સુરત, ઉધનામાં આવેલી ઓમ સાંઇ જલારામ સોસાયટીમાં એક યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. સોસાયટીના એક ઘરમાં યુવક ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો તો યુવતી ફર્શ પર મૃત હાલતમાં પડી હતી. પોલીસને આ બબાતે જાણ થતા સ્થળ પર પહોંચીને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને મોત અંગે તપાસ હાથ ધરી છે.
પોલીસના અનુમાન પ્રમાણે યુવકે પહેલા યુવતીની હત્યા કરી અને બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાધો હોય તેવું લાગી રહ્યું છે. જો કે સાચી હકીક્ત શું છે તે પોલીસની તપાસ બાદ જ બહાર આવશે. મૃતક યુવકનું નામ વિજય ગોહિલ હોવાનું સામે આવ્યું છે. જો કે યુવતીની ઓળખ કરવા તપાસ હાથ ધરાઇ છે.