સુરતના ક્તારગામમાં હીરા વેપારી પાસેથી ૮ કરોડની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર

સુરત, ક્તારગામમાં કરોડો રૂપિયાની લૂંટની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે. ઇક્ધમટેક્સ વિભાગની તપાસના નામે હીરા વેપારી પાસેથી કરોડો રૂપિયાની લૂંટ ચલાવાઈ હોવાની હકીક્ત સામે આવી છે. ઘટનાની ગંભીરતા પારખી સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે.

આઇટી અધિકારીની ઓળખાણ આપીને હીરા વેપારીને લૂંટી લેવાતા તેણે પોલીસને ઘટનાની જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા હતા. હીરા વેપારી પાસેથી ૮ કરોડ રૂપિયા લૂંટીને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે. રોકડ લઇને જતા દરમિયાન કારમાં આવેલા શખ્સોએ લૂંટ કરી હોવાની પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. બનાવ સંદર્ભે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.