સુરત,યુવાન ઉંમરે જ અત્યારે લોકોને હાર્ટ એટેક આવી રહ્યાં છે. હંમેશા એક્ટિવ રહેવાની ટેવ હોવા છતાં પણ લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇકે પાછળ બેઠેલા શખ્સને હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું હતુ.
છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કારણે મોતના સમાચાર ચિંતાજનક રીતે વધી રહ્યા છે. યુવાન ઉંમરે જ અત્યારે લોકોને હાર્ટ એટેક આવી રહ્યાં છે. હંમેશા એક્ટિવ રહેવાની ટેવ હોવા છતાં પણ લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇકે પાછળ બેઠેલા શખ્સને હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું હતુ. ૪૨ વર્ષીય કાનજી રાજપૂત હજુ ૩ દિવસ પહેલા જ રાજસ્થાનથી ધંધા અર્થે સુરત આવ્યા હતા. શખ્સનું અચાનક મોત થતા પરીવારમાં શોકનો માહોલ છવાયો છે.
સુરતમાં ક્રિકેટ રમતી વખતે વરાછાના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયુ છે. ૨૭ વર્ષીય પ્રશાંત ભરોલીયાને છાતીમાં દુ:ખાવો ઉપડ્તા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ૨૭ વષય યુવકનું મોત થયુ છે. યુવક કેનેડામાં એન્જિનીયરિંગનો અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યુ છે.