
સુરત,સુરતમાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂની હેરાફેરી પર રેડ કરી હતી. જેમાં દારૂના જથ્થા સહિત ૩.૯૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે ૭ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દારૂની હેરાફેરીમાં એક્સેસ મોપેડનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.
કડોદરી જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદમાં નિયોલ ગામ પાસે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બૂટલેગરોના નવા કીમિયાનો પર્દાફાશ કર્યો હતો. મોપેડ પર દારૂની હેરાફેરી કરતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેની સાથે જ આરોપીઓ પાસેથી ૧.૪૧ લાખની ૧૨૬૯ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે આરોપીઓ પાસેથી ૩૫૫૦ રોકડ, પાંચ એક્સેસ મોપેડ કિંમત ૨.૩૦ લાખ મળી કુલ ૩.૯૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આનંદ રાઠોડ, સુનિલ હરણે, દુર્ગેશ રાજભાર, ભોનુભાઈ રાજભારની ધરપકડ કરી હતી. જ્યારે બૂટલેગર રાજુ મારવાડી સહિત ૮ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.
કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દ્વારા કાર્યવાહી હાથ ધરીને દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. જેને પગલે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.