પલસાણાના કારેલી ગામે દંપતીની હત્યાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી. તેના પગલે પોલીસ પર માછલા ધોવાતા પોલીસ પણ સક્રિય બની હતી. પોલીસે તેના પગલે ગણતરીના કલાકોમાં દંપતીના હત્યારા તેમના ભાણેજને ઝડપી લીધો હતો.
આ હત્યા ભાણેજ અને તેની પત્નીએ બંને ભેગા થઈ કરી હતી. આ ઘટના ૧૯મી જૂનના રોજ બની હતી. હત્યારો ભાણેજ મામામામીને ત્યાં તેની પત્ની સાથે મજૂરીકામ માટે આવ્યો હતો. તેને મામામામી સાથે મજૂરીના રૂપિયાને લઈને રકઝક થઈ હતી. મજૂરીના રૂપિયાની રકઝકમાં ભાણેજે પત્ની સાથે મળીને મામામામીને મોતને ઘાટ ઉતાર્યા હતા. મૃતક પતિપત્ની ખેતરમાં રહી ખેતમજૂરી કરતા હતા. ડબલ મર્ડરના પગલે ચોંકી ઉઠેલી પોલીસે દસ ટીમો બનાવી કામે લગાડી હતી. આ ટીમોની મહેનત રંગ લાવી હતી. તેમણે ગણતરીના કલાકોમાં બંને આરોપીમાં ઝડપ્યા હતા. વિજય અને શીલા નામના પતિપત્નીએ શ્રમિક દંપતી મામામામીની હત્યા કરી હતી. પોલીસે બંને સામે હવે કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંયો છે.