એક્તરફ તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જ નકલી બનાવટો બજારમાં વેચાઈ રહી છે. જેમાં સુરતમાં ડુપ્લિકેટ ઘી બનાવવાનું ગોડાઉન ઝડપાયું છે. પોલીસે આ કેસમાં ચાર શખ્સોને ઝડપી લઈને મુદ્દામાલ કબજે કર્યો છે. આ બનાવની વિગત મુજબ સુરતના ડભોલીમાં નકલી ઘી બનતું હોવાની માહિતી પોલીસને મળી હતી.
જેને આધારે પોલીસે ગભોલીમાં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો.તપાસ કરતા આ ગોડાઉનમાં સુમુલના નામે નકલી ઘી બનતું હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસ કરાતા ડુપ્લીકેટ ઘી બનાવવાનો માસ્ટર માઈન્ડ પ્રતિક ઠક્કર હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરીને સાધન સામગ્રી કબજે કરી છે.