સુરત મેડિકલ કોલેજમાં થાઈ યુવતી અને ડોક્ટર વચ્ચે વિવાદ થઈ હતી. તેના પગલે થાઈ યુવતી અસ્તવ્યસ્ત હાલતમાં બહાર નીકળી હતી. ડોક્ટર ૠત્વિક દરજીએ થાઈ યુવતીને બોલાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
આ મામલે સ્મિમેર વહીવટીતંત્રએ કમિટીની રચના કરી છે. આ કમિટી પાંચ સભ્યોની હશે. તંત્રએ સમગ્ર મામલાની તપાસની ખાતરી આપી છે. આ ઉપરાંત મેડિકલ કોલેજના કેમ્પસમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. આ ઘટનાના જાણકાર ઘણા લોકોનું કહેવું છે કે આ મામલાને દબાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ઓર્થોપેડિક વિભાગના ૠત્વિક દરજી નામના રેસિડેન્ટ ડોક્ટરો થાઈ યુવતીને બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત દારૂની મળી આવેલી ખાલી બોટલો પણ હોસ્ટેલમાં કંઇક ગેરકાયદેસરનું થતું હોવાનો નિર્દેશ કરે છે.