સુરત, સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, ઉધના વિસ્તારમાં ભર બપોરે રોડ પર આ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ૩૭ વર્ષીય યુવક બહેનને મળવા જઈ રહ્યો હતો તે દરમિયાન જ હુમલાખોરોએ ફિલ્મી સ્ટાઇલમાં યુવકની સ્કોપયો કારની આગળ અને પાછળ કાર લાવીને ટક્કર મારી ઘેરી લીધો હતો.
સુરતના ઉધના બી આર સી પાસે ભજન સિંગ નામના યુવક ની સરાજાહેર હત્યા કરાઈ હતી.યુવક પોતાની બહેન ને મળવા જતો હતો તે દરમ્યાન એક કારમાં હત્યારાઓ ફિલ્મી સ્ટાઇલ માં આવ્યા અને ભજન સિંગની કાર ને ટક્કર મારી ઉભી રાખવી દીધી હતી.ત્યારબાદ તલવારો સાથે ઉતરી અને ભજન સિંગ પર ક્રુરતા પૂર્વક હુમલો કર્યો હતો..અને તલવારથી ઘા મારીને ડાબો હાથ કાપી નાખ્યો હતો અને જમણા હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી. એટલું જ નહીં ત્યારબાદ તેના ગળા પર પણ ઘા મારવામાં આવ્યો હતો. જેથી તેનું ગળું પણ કપાઈ ગયું હતું.મળતી માહિતી પ્રમાણે, ૩૭ વર્ષે ભજનસિંગ બેસ્તાનના વડોદ ગામ ખાતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પત્ની બે દીકરી અને એક દીકરો છે. ભજન સિંહ મીટનો ધંધો કરીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો.