સુરતમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. સલાબતપુરા વિસ્તારમાં આવેલા અંજણા વિસ્તારમાં યુવકની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. યુટયુબ ચેનલમાં કામ કરતા જુબેર ઉર્ફે જુબેર પ્રેસની હત્યા કરવામાં આવી હતી. એચટીસી ટેક્સ્ટાઇલ માર્કેટ આંજણા પાસે પૂર્વક ઘાતકી હત્યા કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી હતી.
૧૬થી ૧૭ વયના પાંચથી છ કિશોરોએ અત્યારે અંજામ આપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. હુમલાખોરોએ તિક્ષ્ણ હથિયારના ૩૪ જેટલા ઘા મારીને જુબેરને મોતને ઘાટ ઉતાર્યો હતો. જુબેરે ત્રણેક મહિના પહેલા તેના જ મોહલ્લાના કેટલાક ટપોરીઓ વિરુધ પોલીસમાં અરજી કરી હતી. એ જ ટપોરીઓએ રાત્રે તેને એકલો જોઈને પતાવી દીધો હતો. સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસીપી ગઢવીએ કહ્યું કે સીતારામ ચાની ઉપર હત્યા કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં તેને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવ્યો હતો. જો કે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મરણ જનારે અગાઉ આરોપીઓ વિરુદ્ધ અરજી કરી હોવાની અંગત દાવતમાં સમગ્ર હત્યા કરી હોવાનો પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. હાલ શકમંદોની તપાસ કરવામાં આવી રહી છે. હજુ કોઈને અટક કરવામાં આવી નથી.