સુરતમાં ઘરમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી

પોલીસ જાહેર રસ્તા પર છુપાઈને દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી લે છે પરંતુ સુરતમાં પોલીસે એક ઘરમાંથી દારૂ પકડ્યો છે. જેમાં સુરતના ઉધના પોલીસ સ્ટેશનના સ્ટાફે એક શખ્સના ઘરમાંથી દારૂ ઝડપી લીધો હતો. પકડાઈ ન જવાય તે માટે આ શખ્સે ઘરના ચોર ખાનામાં દારૂ છુપાવ્યો હતો. આ શખ્સે રસોડામાં એક ચોર ખાનુ બનાવ્યું હતું. જેમાં તેણે આ દારૂ સંતાડ્યો હતો.

તે સિવાય આ શખ્સે ઘરની દિવાલમાં પણ ચોર ખાનુ બનાવ્યું હતું. પોલીસને આ અંગે માહિતી મળતા તેમણે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે આ શખ્સના ઘરમાં રસોડામાં બનાવેલા ચોર ખાના તથા દિવાલમાં બનાવેલા ચોર ખાનામાંથી દારૂ કબજે કર્યો હતો. પોલીસે અહીંતી કુલ રૂ.૭૦,૦૦૦ ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો. આ સંદર્ભે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મુકેશ પ્રજાપતિ અને રોશન ખટીકનો સમાવેશ થાય છે.