સુરત, સુરતના અડાજણ વિસ્તારમાં હત્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિક્યુરિટી ગાર્ડનું કામ કરતાં ૩ મિત્રો એક જ રૂમમાં રહેતા હતાં. તમામ સુરક્ષાના કામની સાથે ગાડીઓની સફાઈ કરીને વધુ કમાણી કરી રહ્યાં હતાં. જો કે, એક સિક્યુરિટી ગાર્ડ વધારે ગાડીઓ સાફ કરીને વધુ કમાણી કરતો હતો. જેથી ઈર્ષામાં બળતા અન્ય બે શ્રમિકોએ બેટ અને લાકડાના ફટકા ઝીંકીને ઊંઘમાં જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. જેથી પોલીસે સમગ્ર હત્યા કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
અડાજણ વિસ્તારમાં આવેલી વેસ્ટર્ન હાઇટ્સના સિક્યોરિટી ગાર્ડની હત્યા થઈ હતી. બદ્રીશિંહ નામના સિક્યોરિટી ગાર્ડની હત્યા થઈ હતી. બે શખ્સો દ્વારા બેટ અને ફટકા વડે માર મારી હત્યા કરવામાં આવી હતી. રાજપાલ અને રમાકાન્ત નામના અન્ય સિક્યોરિટી ગાર્ડએ હત્યા કરી હતી.મૃતક સિક્યોરિટી ગાર્ડ બદ્રીસિંહ મૂળ યુપીનો વતની હતો. છેલ્લા ૬ માસથી અડાજણ સ્થિત વેસ્ટર્ન હાઇટ્સમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તેને સંતાનમાં બે બાળકો અને એક દીકરી છે.
સિક્યુરિટીનું કામ કરતાં ત્રણેય એક જ રૂમમાં સાથે રહેતા હતા.હત્યા બાદ આરોપી રાજપાલ અને રમાકાન્ત ફરાર થઈ ગયાં હતાં. વેસ્ટર્ન હાઇટ્સમાં સિક્યોરિટી ગાર્ડની સાથે આરોપીઓ અને મૃતક ગાડી સાફ-સફાઈનું કામકાજ પણ કરતા હતા. મૃતક વધુ ગાડીની સાફ સફાઈ કરતો હોવાથી વધુ કમાણી કરતો હતો. જેથી અન્ય સિક્યોરિટી ગાર્ડને પસંદ નહોતું. જેની અદાવત રાખી હત્યા કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી ફરાર થયેલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.