સુરત, સુરતમાં વધુ એક તાંત્રિકના કરતૂતો સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે. જેમાં ઉત્રાણ વિસ્તારમાં આ નરાધમ તાંત્રિકે વિધીને બહાને પરિણીતા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ અંગે ફરિયાદ નોંધાતા ઉત્રાણ પોલીસે આરોપી નરાધમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ ઉત્રાણ વિસ્તારમાં આ તાંત્રિકે પરિણીતાને નિદીના બહાને ફોસલાવી હતી. બાદમાં તેણે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી આ બદમાશ તાંત્રિકે પરિણીતાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.આરોપી તાંત્રિકે પરિણીતાને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને તેને સમાજમાં બદનામ કરી દેશે એમ કહ્યું હતું. ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેણે પરિણીતા સાથે બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને આધારે ઉત્રાણ પોલીસે તાંત્રિક રાહુલ પંડ્યાની ધરપકડ કરી હતી. આરોપી તાંત્રિકે આ પ્રકારે અન્ય મહિલાઓને પોતાની જાળમાં ફસાવી હતી કે કેમ તેની પોલીસ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.