સુરત, સુરતમાં વધુ એક ગર્ભવતી મહિલાનું અચાનક મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નવાગામ વિસ્તારમાં રહેતી મહિલાને ઝાડાની તકલીફ હતી. આજે સવારે ઊઠ્યા બાદ ટોઈલેટ ગઈ હતી. ત્યારબાદ ગભરામણ થઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. જેથી પરિવારજનો હોસ્પિટલ લઈને દોડી ગયા હતા. જો કે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના રમેશ ગાયકવાડ પત્નીની રત્ના અને ચાર વર્ષની દીકરી સાથે નવાગામ વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા હતા. સુરતમાં છેલ્લા ૧૫ વર્ષથી મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. હાલ તેમની પત્ની રત્નાને ચાર માસનો ગર્ભ છે.
ગર્ભવતી રચનાને ઝાડાની તકલીફ હતી. દરમિયાન આજે સવારે ઉઠ્યા બાદ ટોયલેટ ગઈ હતી. ટોયલેટમાંથી બહાર નીકળ્યા બાદ ગભરામણ થઈ હતી. જેથી પતિએ કહ્યું હતું કે થોડો આરામ કરી લે. જોકે પત્નીને થોડી ક્ષણો બાદ પતિએ ઉઠાડતા તે ઊઠી ન હતી. જેથી પતિએ મકાનમાલિક સહિતના લોકોને બોલાવ્યા હતા.
પત્ની બેભાન થઈ ગઈ હોવાથી પહેલા તો તેને ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ પરિવારજનો રચનાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કરતા ઘટનાને જાહેર કરી હતી. જેથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. રત્નાના મોતથી એકની એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.
ગત નવ મેના રોજ વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય આશાલતા ગૌડાનું મોત થયું હતું. જેને સાત માસનો ગર્ભ હતો. રાત્રે છાતીમાં દુખાવા બાદ મોત થયું હતું. જેથી તેનું મામલતદાર ની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.