સુરત, ગુજરાતમાં નવરાત્રિ નિમિત્તે ગરબા કરતી વખતે છેલ્લા બે દિવસમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. મૃતકોમાં કિશોરથી લઈને મધ્યમ વયના લોકોનો સમાવેશ થાય છે. શુક્રવારે અમદાવાદનો ૨૪ વર્ષીય યુવક ગરબા કરતી વખતે અચાનક નીચે પડી ગયો હતો અને તેનું મોત થયું હતું. હાર્ટ એટેકના આવા ઘણા કિસ્સાઓ છે જે આશ્ચર્યચકિત છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતમાં આજે બે લોકોનું હાર્ટ એટેકથી મોત થયું છે. સચિન ૩૬ વર્ષીય આબીદા ખાતુન અને કામરેજમાં ૪૦ વર્ષીય સુશાંત નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. અચનાક છાતીમાં દુખાવો થયા પછી બન્ને જણાનું મોત થયું છે. આ કિસ્સામાં જાણવા મળી રહ્યું છે કે બંને જણાને કોઈ ગંભીર બિમારી નહોતી.
ડાયમંડ નગરી સુરતમાં વધુ ૨ લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. સચિન જીઆઇડીસી માં ૩૬ વર્ષીય આબીદા ખાતુંન નામની મહિલા અને કામરેજના ૪૦ વર્ષીય સુશાંત નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. બંને લોકો કોઈને પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. અચાનક છાતીમાં દુ:ખાવો થયા બાદ મોત નિપજતાં પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.
કોરોનાકાળ બાદ સતત નાની વયે હાર્ટ અટેક અને હાર્ટ અટેકથી મોતની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નાની વયે હાર્ટ અટેકથી જીવ ગુમારની સંખ્યા ૧૨એ પહોંચી છે. નવરાત્રિ દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં ગરબે ઘૂમતા ૪ લોકના મોત થયા છે તો અન્ય ૭ યુવકોના હાર્ટ અટેકથી મોત થયા છે. રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી મોતની વધતી જતી સંખ્યાએ ચિંતા જગાડી છે.