સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નશાની હાલતમાં અસામાજિક તત્વોએ મારામારી અને તોડફોડ કરી ધમાલ મચાવતા હોબાળો મચી ગયો હતો. જેથી દર્દીઓના સગાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. જેને પગલે હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. હાલ તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
કેટલાંકે નવી સિવિલના કેમ્પસમાં ધમાલ કરી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ વખતે નવી સિવિલ હોસ્પિટલના અલગ-અલગ 4 વોર્ડમાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી. ગતરોજ વિસર્જનના દિવસે સ્ટાફ દ્વારા વોર્ડની બહાર જ ટબમાં બાપાની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી. ત્યારબાદ સાંજે કેટલાંક છોકરાઓ જે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પડ્યા પાથર્યા રહેતા હોય છે, તેઓ ધમાલ પર ઉતર્યા હતા.
નવી સિવિલ હોસ્પિટલના મેઈન ગેટની પાસે નાસ્તાની દુકાન ચલાવતા હીરારામ મારવાડી સાથે માથાકૂટ કરી હતી. જેમાંથી એક યુવકે હીરારામ સાથે ઝપાઝપી કરી હતી અને હીરારામની દુકાનમાં પથ્થર જેવી કોઈ વસ્તુ મારી તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન કચરાપેટી ઉંચકીને પણ ફેંકી હતી. આ યુવક દારૂ પીધેલી હાલતમાં હોય તેવુ લાગી રહ્યું હતું. આ યુવકોની ધમાલના કારણે ત્યાં હાજર દર્દીઓના સગાઓમાં પણ ભાગદોડ મચી ગઈ હતી.
આ ઉપરાંત ત્યાં હાજર લોકોએ આ મારામારીની વીડિયો પણ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધી હતી. વધુમાં જાણવા મળ્યું હતુ કે, આ યુવક કેટલાક છોકરાઓ સાથે નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની પાસે પડ્યા પાથર્યો રહે છે અને સિવિલ હોસ્પિટલમાં લોકો સાથે દાદાગીરી પણ કરતો હોય છે. આ સમગ્ર મામલો હાલ ક્યાં કેન્ટીનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો