સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા કાકરીચાળો કરવામાં આવ્યો હતો. આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. તથા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આજ રીતે ગયા વર્ષે પણ પથ્થરમારો કરાયો હતો.

સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો આ ઘટનાને લઈને મામલો ઉગ્ર બનતા શહેરના પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં ડીસીપી વિજય સિંહ ગુર્જર સહિત બે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હોવાન માહિતી મળી રહી છે. પથ્થરમારો કરવા મામલે બે લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈને તપાસ શરૂ કરવામાં છે. જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ આસપાસના વિસ્તારોના મકાનોમાં જઈને પૂછપરછ કરી રહી છે.

આ ઘટનામાં લોકો દ્વારા કેટલાક વાહનોમાં તોડફોડ કરવાની ઘટના બની છે. જેમાં બે રિક્ષા અને ત્રણ બાઈકમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. અસામાજિક તત્વોએ ઘટનાસ્થળે અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય કાંતી બલર દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે તેમને પણ ધક્કે ચઢાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં કેટલાક લોકોને ઈજા થવાનું જાણવા મળ્યું છે.
પથ્થર બાજો ઉપર પણ સખ્તાઈપૂર્વક ના પગલાં લઈશું:ગૃહ મંત્રી હર્ષ સંઘવી
રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે સૂરજ ની પહેલી કિરણ નીકળે તે પહેલા તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે અત્યારે પણ પાંચ જેટલા વ્યક્તિઓને અટકાયત કરવામાં આવ્યા છે તેમજ અન્ય વિસ્તારમાંથી પણ 20 થી વધુ લોકોને ડીટેલ કરી લેવામાં આવ્યા છે. શહેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો પણ તેને ચલાવી લેવાશે નહીં. કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળું મારવામાં આવ્યો હતો પરંતુ એ તાળું તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર કાઢતા, હું સ્પષ્ટ કહું છું કે ગમે તેવા તાળા માણસો તો પણ તોડીને અમે બહાર કાઢીશું. પથ્થર બાજો ઉપર પણ સખ્તાઈપૂર્વક ના પગલાં લઈશું. આવતીકાલના ગાંધીનગરના મેં તમામ કાર્યક્રમ રદ કરી નાખ્યા છે હું કાલે આખો દિવસ સુરતમાં જ રહેવાનો છું બપોર બાદ આ સમગ્ર મામલો હું પત્રકાર પરિષદ સંબોધીને તમામ પ્રકારની વિગત આપીશ કોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે લોકોએ પથ્થર ફેંક્યા છે આને જેમણે પથ્થર ફેંકવા માટે ઉશ્કેરિયા છે તમામ લોકો સામે પગલાં ભરીશું.
મૂર્તિ ખંડિત થઈ નથી મૂર્તિને નીચે જે ઢોલ છે તે ફાટી ગયું
ગણેશ મંડળના આયોજક મનીષાબેન ઘાયલ એ જણાવ્યું કે મૂર્તિ ખંડિત થઈ નથી મૂર્તિને નીચે જે ઢોલ છે તે ફાટી ગયું છે. નાની વયના કિશોરો દ્વારા પથ્થર મારવામાં આવ્યા હતા. અમે ખૂબ શાંતિપૂર્વક આ વિસ્તારમાં રહીએ છીએ ભાઈચારો પણ જાળવીએ છીએ તાજ્યના જુલિસ પણ અમારા વિસ્તારમાંથી નીકળે છે ત્યારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનતી નથી પરંતુ કયા કારણસર આ પ્રકારે પથ્થર મારવામાં આવ્યા છે તે સમજાતું નથી. ગત વર્ષે પણ અન્ય એક નજીકના ગણેશ ભંડારમાં આ પ્રકારે પથ્થર મારવાની ઘટના સામે આવી હતી તેમાં પણ નાના બાળકો જ હતા.