સુરત,
શહેરમાં ફરીથી ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. ઉધનામાં માતા બે બાળકોને સ્કૂલેથી ઘરે લઇ જતી હતી. તે દરમિયાન આ ગોઝારા અકસ્માતની ઘટના બની છે. પૂરપાટ આવતા ટેમ્પોએ માતા સહિત બે માસૂમ બાળકોને અડફેટે લીધા હતા. જેમાં બે બાળકોનાં મોત નીપજ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, માતા બે બાળકોને શાળાએથી ઘરે લઇ જતી હતી. તે દરમિયાન આ લોકો ઓટો રિક્ષાની રાહ જોતા હતા. ત્યારે ટેમ્પો ચાલકે માતા અને બાળકોને અડફેટે લીધા હતા. જેમાં બંને બાળકોનાં કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે માતા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી.
આ અકસ્માત બાદ આસપાસનાં લોકો ભેગા થઇ ગયા હતા. આ અક્સમાતની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ અકસ્માતમાં બાળકોનાં મોત થતા લોકોમાં રોષનો માહોલ છવાયો છે.