સુરતમાં પીએસઆઈના ત્રાસથી પ્રૌઢે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી

સુરત, સુરતમાં પીએસઆઈના ત્રાસથી પ્રૌઢે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પીએસઆઈ દ્વાર પૈસાની લેતીદેતી મામલે માનસિક ત્રાસ આપતા હોવાનો સ્યુસાઈડ નોટમાં મૃતક દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે પીએસઆઈ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતમાં આધેડ દ્વારા રૂપિયા ૫૦ હજારની ઉઘરાણી માટે પોલીસે ટોર્ચર કરતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આધેડ દ્વારા તેમનાં ઓળખીતા પાસેથી રૂપિયા પચાસ હજાર ઉછીના લીધા હતા. જે પરત આપવા માટે પીએસઆઈ એ.એ.આહીર દ્વારા ત્રણ દિવસથી ટોર્ચર કરવામાં આવતું હોવાનો મૃતક દ્વારા સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

મૃતક કિશોરભાઈ ગોહીલ દ્વારા આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. ત્યારે સ્યુસાઈડ નોટમાં તેમણે પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.એ.આહીર દ્વારા તેમને ૫૦ હજારની ઉઘરાણી માટે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કિશોરભાઈએ વિનય નામની ઓળખીતા વ્યક્તિ પાસેથી રૂપિયા ૫૦ હજાર ઉછીના લીધા હતા. વિનય દ્વારા તે પૈસા પરત મેળવવા માટે પોલીસની મદદ લીધી હતી. ત્યારે પોલીસ દ્વારા ટોર્ચર કરવામાં આવતા કિશોરભાઈ દ્વારા આપઘાત કર્યો હોવાનું પરિવારજનાં સભ્યએ જણાવ્યું હતું.

મૃતક દ્વારા આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, પ્રિય લત્તા, મયુર, ક્રિષ્ના હું તમને છોડીને જાવ છું. તો મને માફ કરી દેજો. કારણ કે મને ટેન્શન એટલું વધી ગયું છે કે અને એક પોલીસ ઈન્સ્પેક્ટર- વેડરોડ હરીઓમ મિલ પાસે પોલીસ ચોકી કોલ કરીને મને છેલ્લા ત્રણ-ચાર દિવસથી ટોર્ચર કરે છે. એ.એ.આહીર લેન્ડ લાઈન નંબર છે. ૦૨૬૧ ૨૪૬૨૫૭૦. દરેક સગા સબંધીને મારા સાદર પ્રણામ મારાથી ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેજો. મે વિનયભાઈ પાસેથી રૂા. ૫૦૦૦૦ લીધા હતા. તેમણે પોલીસને કહ્યું હતું તે મને ટોર્ચર કરતા હતા. જે પીએસઆઈ મારી લાશની તહેકીકાત કરે તેમને જણાવવાનું કે બીજા કોઈને આ રીતે ટોર્ચર કરી મજબૂરીનો લાભ ન ઉઠાવે.