સુરત, શહેરમાં ફરીથી સામુહિક આપઘાતની કરૂણ ઘટના સામે આવી છે. શહેરના લીંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે. પિતાએ પોતાના બાળક અને પત્નીને ઝેરી દવા આપી પોતે પણ ગળેફાંસો ખાધો છે. આ મામલે સ્થાનિક પોલીસે ત્રણેવ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના લીંબાયત વિસ્તારમાં પરપ્રાંતિય પરિવાર રહેતું હતુ. જેમા પિતાએ બાળક અને પત્નીને ઝેરી દવા પીવડાવી દીધી હતી. જે બાદ પિતાએ પણ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આ કેસમાં ત્રણેવ લોકોના મોત નીપજ્યા છે.
જોકે, આ અંતિમ પગલા પાછળનું કોઇ કારણ હજી સામે આવ્યુ નથી. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કરૂણ સમાચારને કારણે આખા પંથકમાં શોકોનો માહોલ છવાઇ ગયો છે. હાલ લિંબાયત પોલીસે આ અંગે ગુનો નોંધીને આપઘાત પાછળનું કારણ શોધી રહી છે. હજી સુધી પોલીસ તપાસમાં આ પરિવારની કોઇ અંતિમ ચિઠ્ઠી સામે આવ્યાના સમાચાર મળી નથી રહ્યા.
થોડા મહિનાઓ પહેલા સુરતના અડાજણમાં આવેલા પાલનપુર પાટિયા વિસ્તારમાં સિદ્ધેશ્ર્વરી એપાર્ટમેન્ટમાં પરિવારની સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં પતિ, પત્ની, માતા, પિતા, બે બાળક અને એક બાળકી સહિત પરિવારના સાત લોકોએ આપઘાત કર્યો હતો. આ કેસમાં પણ પરિવારના ૬ લોકોએ ઝેરી દવા ગટગટાવી અને એક વ્યક્તિએ ગળેફાંસો ખાધો હોવાનું સામે આવ્યુ હતુ. આથક સંકડામણમાં સામૂહિક આત્મહત્યા કર્યાનો ખુલાસો થયો હતો છે. પરિવારના મોભી મનીષભાઈ સોલંકી ફર્નિચર બનાવવાનું કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની સાથે લગભગ ૩૫ કારીગરો કામ કરતા હતા. આ ઘટના બની તે દિવસે તેમને ત્યાં ફર્નિચરનું કામ કરતા કારીગર મુન્નાએ મનિષભાઈના ઘરે આવીને દરવાજો ખખડાવ્યો હતો. પણ કોઈએ દરવાજો ન ખોલતાં તેણે ઘરની પાછળના ભાગે જઈ બારીનો કાચ તોડીને જોતાં મનીષભાઈ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં દેખાયા હતા.