સુરતમાં પતિ -પત્નીએ એક સાથે ટૂંકાવ્યું જીવન, દોઢ વર્ષ પહેલા જ લવ મેરેજ કર્યા હતા

ડીંડોલી વિસ્તારમાં પતિ-પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને છેલ્લા એક વર્ષથી લવ મેરેજ કરીને સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા પતિ-પત્નીને આપઘાતને લઈને અનેક ચર્ચાઓનો દોર શરૂ થયો હતો. જોકે પોલીસે આ ઘટના સંદર્ભે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

બનવાની વિગતો જોઈએ તો, સુરતમાં રોજીરોટીની તલાશમાં અલગ અલગ રાજ્યના લોકો આવીને વસ્યા છે. ત્યારે મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી અને હાલ સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા દીપક નગરમાં પ્લોટ નંબર ૪૧ માં ભાડુઆત તરીકે રહેતા પરિપત્ર પ્રકાશ ચંદ્ર યાદવ અને તેની પત્ની કાજલ યાદવ સાથે રહેતા હતા. એક વર્ષ પહેલા જ લવ મેરેજ કરી સુરત ખાતે આવીને રહેતા હતા અને સાડીનું ધાગા કટીંગનું છૂટક કામ કરી પતિ-પત્ની પોતાનું ગુજરાન ચલાવતા હતા.

સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી કે, આ પતિ-પત્નીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને આ મામલે તપાસ શરુ કરી હતી. લવ મેરેજ કર્યા બાદ સુરત આવીને વસેલા આ પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી નાની-નાની બાબતે ઝઘડા ચાલતા હતા અને આથક સંઘર્ષ પણ અનુભવતા હતા.

પરિવાર સાથેનો ઓછો સંપર્કને લઈને આ પતિ-પત્ની આથક મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા હતા. આ મામલે ડીંડોલી પોલીસે આ પતિ-પત્નીની બોડીનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપી છે અને આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.