સુરત,
રાજ્યમાં નકલીનોટ ઝડપાવાના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર સુરતમાં એક બે નહીં પરંતુ ચાર કરોડ રૂપિયાની ચિલ્ડ્રન બેન્કની નોટ ઝડપાઈ હતી.
સમગ્ર મામલે વાત કરીએ તો ડાયમંડ સીટી ગણાતા સુરતમાં આજે મોટી માત્રામાં ચિલ્ડ્રન બેન્કની નોટ ઝડપાઈ હતી. શહેરના વરછા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષમાં રૂપિયા ચાર કરોડની ચિલ્ડ્રન બેન્કની નોટ ઝડપાઈ હતી. જેમાં ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટ ઝડપાઈ હતી. આ મામલે પોલીસે હાલ તો છ શખ્સની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં આવેલા ૯૯ શોપિંગમા ત્રીજા માળે એટીએસ અને સુરત એસઓજીએ સંયુક્ત રેડ કરી ચાર કરોડથી વધુની ડુપ્લીકેટ નોટો ઝડપી પાડી હતી. મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો લોકોને બોલાવી નવી નોટ આપવાનું બહાનું કરી નોટના બન્ડલ પર ઉપર અને નીચે ઓરીજનલ નોટ મૂકી અંદર ડુપ્લીકેટ નોટ પધરાવી દેતા હતા. આ નોટની ડિલ માટે ચાર જેટલા લોકોની ડીલ ચાલી રહી હતી. પરંતુ મહત્વની વાત તો એ છે કે હજુ સુધી કોઈપણ સાથે સોદો પાર પડ્યો ન હતો. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.