સુરતમાં માતા પુત્રીનો સામૂહિક આપઘાત, પુત્રીને ગળે ફાંસો આપ્યા બાદ માતાએ પોતે પણ આપઘાત કર્યો

સુરતમાં મોટા વરાછા માંથી સામૂહિક માતા પુત્રીની આપઘાતની (Mother daughter suicide) ચોકાવનારી ઘટના સામે આવી છે. માતાએ ત્રણ વર્ષની પુત્રીને ગળે ફાંસો આપી મોત આપ્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. માતા અને પુત્રી બીમારીથી કંટાળી સામુહિક આપઘાત કર્યો હોવાનો કારણ હાલ સામે આવી રહ્યું છે. પુત્રીને જન્મજાત કિડની ની બીમારી હતી જ્યારે માતા છેલ્લા ઘણા વર્ષોથી પિતની બીમારીથી પીડાઈ રહી હતી. ઘટનાની જાણ પોલીસને થતા ઉતરાણ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી માતા પુત્રીના મુદ્દે ને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી એક સાથે માતા અને પુત્રીના મોતની ચોકાવનારી ઘટના સામે આવી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા શિવાન્ત બિલ્ડીંગમાં રહેતા કેયુર કથિરીયા કન્સ્ટ્રક્શન નું કામ કરે છે. તેમના ઘરે તેમની પત્ની રીંકલ કેયુર કથીરિયા અને તેની ત્રણ વર્ષની દીકરી વિવા કથીરિયા સાથે પિતા માતા અને ભાઈ સાથે ઘણા સમયથી રહે છે. ત્યારે આજે બપોર બાદ ઘરે કોઈ ન હતું ત્યારે રિંકલ કેયુર કથીરિયાએ તેની ત્રણ વર્ષની દીકરી વિવા કથેરીયાએ ગળે ફાંસો આપી મોતની નીપજ્યાવ્યું હતું બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.