સુરત,
શહેરના મોટા વરાછા વિસ્તારમાં પરિણીતાનું રહસ્યમય રીતે મોત થયું છે. પરિણીતાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ટૂંકી સારવાર દરમિયાન પરિણીતાનું મોત થયું હતું. જે બાદ પરિણીતાના પિતાએ સાસરિયા વિરુધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
આ મામલે મળતી પ્રાથમિક માહિતી અનુસાર, પરિણીતાનો પતિ ઈઝરાયલમાં હીરાનો વેપાર કરે છે અને તેને અન્ય યુવતી સાથે આડાસંબંધો હોવાથી વારંવાર છૂટાછેડા માટે દબાણ કરતો હતો. તેથી સાસરિયા હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ આપવામાં આવી હતી. પરિણીતાના રહસ્યમય મોત બાદ તેના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ડુગરાસણમાં રાત્રિના સમયે વૃદ્ધાના ઘરે અજાણ્યા શખ્સોએ ઘુસી વૃદ્ધાને માથાના ભાગે હથિયાર ફાટકારી કાનમાં પહેરેલી સોનાની ૫ રિંગો લઈ મહિલાનું મોત નિપજાવી લૂંટ ચલાવી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
બીજી બાજુ, ખંભાળિયામાં પણ હત્યાની ઘટના સામે આવી છે. ખંભાળિયા તાલુકાના બેહ ગામે હત્યાનો બનાવ બન્યો છે. ખંભાળિયા તાલુકાના બેહ ગામે ૨૩ વર્ષીય યુવાનની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. જૂના મનદુખમાં તકરાર થતાં યુવકની હત્યા કરાઇ છે. મૃતકનું નામ નારણ પબુ સંધિયા હોવાનું સામે આવ્યું છે.