સુરતમાં લકઝુરિયર્સ કારે યુવકને ૧૨ કિમી ઢસડ્યો, બે દિવસ બાદ લાશ મળી

  • બારડોલી કડોદરા રાજ્ય ધોરી માર્ગ પર અકસ્માત ની ઘટના બની હતી.

સુરત,

સુરતમાં દિલ્હી જેવો ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગત ૧૮ તારીખના રોજ બારડોલી કડોદરા રાજ્ય ધોરી માર્ગ પર અકસ્માત ની ઘટના બની હતી. બારડોલી થી સુરત જઈ રહેલા દંપતી સાગર પાટીલ અને અશ્ર્વિની પાટીલને એક અજાણ્યા કાર ચાલકને અડફેટે લીધા હતા. અકસ્માતમાં મહિલા બેભાન થઈ ગઈ હતી. જેથી સ્થાનિકોએ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. પરંતું મહિલાએ ભાનમાં આવતા પોતાના પતિની શોધખોળ હાથ ધરી હતી. અકસ્માત બાદ પતિ સાગર પાટીલ ગાયબ હતો. આ સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. જ્યાં કડોદરા પોલીસ ગુમ થયેલા સાગર પાટીલની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બે દિવસ બાદ સાગરનો મૃતદેહ મળી આવતા ચોંકાવનારો ખુલાસો થયો. સામે આવ્યું કે, ટક્કર બાદ કાર ચાલક યુવકને ૧૨ કિમી ઢસડીને લઈ ગયો હતો. યુવકને ૧૨ કિ.મી. ઢસડનાર લકઝુરિયર્સ કારનો ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યા છે.

બીજી તરફ અકસ્માત ની ઘટના ના દિવસે અકસ્માત સર્જાયાના એક કલાક બાદ કામરેજ પોલીસ મથક ને કામરેજના કોસમાડા ગામના પાટિયા પાસે રોડ પર એક મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી ,કામરેજ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહ કોનો છે અને શું ઘટના બની છે તેની તપાસ હાથ ધરી જોકે મૃતદેહ નો કોઈ વાલી વરસ નહિ મળતા કામરેજ પોલીસે મૃતદેહ ને કોલ્ડ સ્ટોરેજ માં ખસેડાયો હતો , જોકે અકસ્માત ની ઘટના થી કામરેજ પોલીસ અજાણ હતી અને ,મૃતદેહ મળી આવ્યો તેનાથી કડોદરા પોલીસ અજાણ હતી ,જોકે કડોદરા પોલીસે સાગર પાટીલ ગુમ થયા ની જાણવાજોગ ફરિયાદ દાખલ થયા બાદ આખા જિલ્લામાં ફોટા અને અકસ્માત ની વિગત સર્ક્યુલેટ કરતા સમગ્ર ઘટના બહાર આવી.

અજાણ્યા વાહન ચાલકે દંપતી ને અડફેટે લીધા બાદ ઘટના સ્થળે થી ફરાર થઇ ગયો હતો , જોકે અકસ્માત બાદ રોડ પર પટકાયેલા દંપતી પેકી મહિલા બેભાન થઈ ત્યાંજ રોડ પર રહી ગઈ જ્યારે યુવક વાહન માં ભેરવાઈ જઈ કોસમાડા પાટિયા સુધી ઘસડાઈ કાર સાથે ગયો હતો ,જોકે અકસ્માત નું સ્થળ અને જ્યાંથી મૃતદેહ મળી આવ્યા તે સ્થળ વચ્ચે નું અંતર ૧૨ કિલોમીટર જેટલું થાય છે અને વચ્ચે કડોદરા ચાર રસ્તા જેવો ભરચક વિસ્તાર પણ આવે છે છતાં વાહન નીચે લટક્તી લાશ કોઈને દેખાઈ કેમ નહિ ,જોકે સીસીટીવી તેમજ બાતમીદારો થકી હાલ પોલીસે કાર ની તેમજ આરોપીની ઓળખ કરી લીધી છે અને આરોપી પોલીસ થી હાથ વેંત દૂર હોવાનું જાણવા મળ્યું છે.