
સુરત, સુરતમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. હવે સંબંધી યુવકે જ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના હવે સામે આવી છે. સુરતમાં કોસાડ આવાસમાં સંબંધી યુવકે જ કિશોરી પર આચર્યું દુષ્કર્મ. કિશોરીના પરિવારે સમગ્ર બાબત અંગે જાણ થતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતના કોસાડ આવાસમાંથી આ ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. સંબંધી યુવકે જ કિશોરી ઉપર આ દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમ યુવકે કિશોરીને સવારે પોતાના ઘરે બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. કિશોરીને ખેંચી રૂમમાં લઇ જઈ આ યુવકે કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. ત્યાર બાદ કલાકો સુધી સમય વીતવા છત્તા કિશોરી મળી ન હતી. ત્યાર બાદ સમગ્ર મામલો પરિવારે કિશોરીની પૂછપરછ કરતાં સામે આવ્યો હતો. કિશોરી સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવતા પરિવારના સભ્યોને ઘણો આઘાત લાગ્યો છે. પરિવારને સમગ્ર બાબતની જાણ થતાં તેમણે કાનો સાથળીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસનો દોર શૂરું કર્યો હતો. હાલ અમરોલી પોલીસે આ બાબત અંગે વધુ તપાસ હાથ ધરી છે