સુરતમાં કાળજું કંપાવી દે તેવી હાલતમાં બે યુવતીનો મળ્યો મૃતદેહ

સુરત,સુરતના અલથાણ વિસ્તારમાં ઝાડી ઝાંખરા માંથી બે યુવતીઓ સજોડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.આ બંને યુવતીઓના શરીર પર ઇજાના નીશાનો પણ જોવા મળ્યા હતા.સ્થાનિકો એ પોલીસને જાણ કરતા બને યુવતીઓની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હજુ તપાસ હાથ ધરી છે.

સુરતના અલથાણ વિસ્તારમાંથી બે યુવતીઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.અલથાણ વિસ્તારમાં ઝાડી ઝાંખરા પાસે બંને યુવતીઓ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.તેથી સ્થાનિકોએ તાત્કાલિક જ પોલીસને જાણ કરતા લાશને પી એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વનું કહી શકાય કે આ બંને યુવતીઓના શરીર પર ઇજાના નિશાન પણ જોવા મળી રહ્યા છે જેથી આ બંનેનું મોત પણ શંકાસ્પદ હોય તેમ લાગી રહ્યું છે.હાલ બંને યુવતીઓની લાશને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. પરંતુ જે પ્રકારે આ યુવતીઓના શરીર પર ઇજા જોવા મળી રહી છે તે જોતા કાંઈક અજુગતું થયા હોવાની શંકા લાગી રહી છે.