સુરતમાં ફરી એક વખત તાંત્રિકે વિધી કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

સુરત, સુરતમાં વિધી કરવાના બહાને તાંત્રિકની કરતૂત સામે આવી છે,જેમાં ભુવાએ દુષ્કર્મ આચરી મહિલા સાથે ૧૪ લાખની માતબર રકમ પડાવી લીધી છે,મહિલાને પારીવાર તકલીફ હોવાથી તાંત્રિક પાસે વિધી કરાવવા પહોચી હતી,ત્યારે તાંત્રિક દુષ્કર્મ આચર્યું હતુ,તો મહિલાએ ત્યારબાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ હેઠળ ગુનો નોંયો હતો અને તાંત્રિકની ધરપકડ કરી હતી.

મહિલાની વાત સાંભળી પોલીસ પણ ચૌંકી ઉઠી હતી,તાંત્રિકે અગાઉ કોઈ સાથે આજ રીતને કરતૂત કરી છે કે નહી તેને લઈ તપાસ હાથધરી છે,તો બીજી તરફ તાંત્રિક સાથે કોણ કોણ જોડાયું છે અને મહિલા તાંત્રિક સાથે કેવી રીતે પહોચી તે દિશામાં તપાસ હાથધરી છે.

વર્ષ ૨૦૨૦ થી વર્ષ ૨૦૨૩ દરમ્યાન બંને જ્યોતિષો દ્વારા ફરિયાદીને તાંત્રિક ચમત્કાર દ્વારા હર મુશ્કેલ અને સમસ્યાઓનું સમાધાન કરી આપવાના નામે અલગ અલગ વિધિના બહાને રૂપિયા ૧૫ લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી. જેમાં સોના-ચાંદીના ઘરેણા પણ બંને જ્યોતિષો દ્વારા પડાવી લેવાયા હતા. ઘરમાં આત્માનો વાસ છે અને ઘરમાં મોટા પ્રમાણમાં સોનું રહેલું છે તેમ કહી ફરિયાદીને વિશ્ર્વાસ અને ભરોસામાં લેવામાં આવ્યો હતો. જ્યાં વિશ્ર્વાસ અને ભરોસામાં આવી ગયેલા ફરિયાદીએ આ તમામ રકમ અને સોના ચાંદીના ઘરેણા બંને જ્યોતિષોને આપી દીધા હતા. પરંતુ સમય ગયા છતાં સમસ્યાઓનું સમાધાન નહીં આવતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તમામને ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

સુરતના ક્તારગામમાં કીત તાંત્રિકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. કીર્તીએ યુવતીને પહેલા પ્રેમજાળમાં ફસાવી અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યો હોવાનું કહેવામાં આવ્યું છે. તેમજ ફરિયાદના આધારે હાલ કીત માંડવીયાની ક્તાર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.