
સુરત, સુરતમાં ફેસબુક પર રમકડા વેચવાની લોભામણી જાહેરાતો દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરનારા ત્રણ ગઠિયાની વરાછા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી લેપટોપ તથા અન્ય સામગ્રી કબ્જે કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વરાછા પોલીસે આ કેસમાં આરોપીઓ નિખીલ સાવલીયા, અવનીક વઘાસીયા અને લક્ષંત ઉર્ફે ભુરીયો, પંકજ ડાબરાની ધરપકડ કરી છે. આરોપીઓ લિપકાર્ટની ફેક આઈડી ધરાવતી વેબસાઈટ બનાવી હતી. જેમાં બાબો બાબી ડોટ ખિલૌના કિડ્સ ડોટ નામની વેબસાઈટ બનાવીને તેની પર ૩૮૯ રૂપિયામાં રમકડાની લોભામણી સ્કિમો દ્વારા લોકોને વિશ્ર્વાસમાં લીધા હતા.
બાદમાં પૈસા લઈને તેઓ ગ્રાહકને વસ્તુ ન આપીને છેતરપિંડી કરતા હતા. આ મોડસ ઓપરેન્ડી અજમાવીને તેમણે અંદાજે ૩૫૦૦ થી વધુ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓના બેક્ધ એકાઉન્ટ તપાસ કરતા આ ખુલાસો થયો હતો. આ એકાઉન્ટમાં રૂપિયા ૧૩.૮૩ લાખથી વધુની રકમ જમા થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ પ્રકારે આરોપીઓએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.