- સુરતમાં ડમ્પર ચાલકો બેફામ
- ડમ્પર ચાલકે 3ને કચડ્યા
- 3 લોકોના ઘટના સ્થળે મોત
- ડમ્પર ખસેડતા લાગી આગ
સુરતમાં ફરી એકવાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતના કામરેજના વિહાનથી ટીમ્બા ગામ તરફ જતા રસ્તા પર અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ ડમ્પર ચાલકે ત્રણ લોકોને કચડ્યાં હોવાનું સામે આવ્યું છે. જોકે અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ત્રણેય વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.
ડાયમંડ નગરી સુરતમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. વિગતો મુજબ કામરેજના વિહાનથી ટીમ્બા ગામ તરફ જતા રસ્તા પર બેફામ ડમ્પર ચાલકે 3 લોકોને કચડ્યા હતા. આ તરફ ગંભીર ઇજાઓને કારણે ત્રણેયના સ્થળ પર જ દર્દનાક મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.