સુરતમાં અનરાધાર વર્ષા,રસ્તાઓ પાણી પાણી થઈ ગયા,૬ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા

સુરતમાં ગઈકાલ બપોર પછીથી મોડી રાત્રિ સુધી વરસાદે પોતાનું જોર બતાવ્યું હતું. રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. ઠેર ઠેર ગરનાળાઓમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે. આર્યુર્વેદિક ગરનાળું બંધ કરવામાં આવ્યું છે. જ્યારે ડભોલીમાં કાલના પાણી હજુ ઓસર્યા નથી. હજી સોસાયટીઓ બહાર કેડસમાં પાણી ભરાયેલા હોવાથી લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી ૬ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. લિંબાયત મીઠી ખાડી નજીક પાણી ભરાતા લોકોએ દુકાનો બંધ રાખી છે. માલ-સમાનને નુક્સાન થયું છે.

સુરતના ઉપરવાસમા વરસાદ પડતા સુરતની ખાડી ઓવરલો થઈ ગઈ છે. રાજહંસ ફેબ્રિજો ,સંસ્કૃતિ માર્કેટ સહિતની મોટી માર્કેટ બંધ છે. ટેક્સટાઇલમાં કામ કરતા યુવાનોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે કારણ કે વહેલી સવારથી કામ પર નીકળી માર્કેટ આવ્યા ત્યાં માર્કેટ બંધ હોવાથી હેરાન થયા હતા. સુરતમાં પાણી ભરાતા ૧૦૮ એમ્બયુલન્સ ફસાઇ ગઈ હતી. પર્વત ગામ ડીંડોલીમાં એમ્બયુલન્સ ફસાઇ જતા પરત ફરવાની નોબત આવી છે. મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા બોટની માગ કરવામાં આવી છે.

સુરત શહેરમાં માત્ર ૨ કલાકમાં ૪ ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં સાંજે ૬થી ૮માં ૪-૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. કામરેજમાં સવા ચાર ઇંચ વરસાદ, તાપીના નિઝરમાં ૪ ઇંચ વરસાદ ખાબકયો. સુરતના બારડોલીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાંજે ૮થી ૮ની વચ્ચે ૬૨ તાલુકામાં વરસાદ પડ્યો હતો. લીંબાયત, મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં વરસાદ પડતાં ખાડીનું લેવલ વયું છે.જિલ્લામાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે થઈ છે. ખેડૂતો માટે જીવાદોરી સમાન છે કીમ નદી. નદીના પટમાં આવતા ગામોને સાવચેત રહેવાની અપીલ કરઈ છે. તલાટીઓને હેડક્વાર્ટર પર રહેવાની સૂચના અપાઈ છે. નાના બોરસરા ગામે લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. સુરતના પાણીમાં વિદ્યાર્થીઓ ફસાયા છે. પર્વત ગામમાં વરસાદી પાણી ભરાયા છે. સરસ્વતી સ્કૂલમાં વરસાદી પાણી ભરાતા શાળાની અંદર અને બહાર કમરસમાણાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ છે.

હવામાન વિભાગે દ.ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે. તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. બારડોલી, પલસાણા તાલુકામાં વરસાદની રમઝટ જોવા મળી છે. ઉમરપાડામાં ૨ કલાકમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો, વાવણી લાયક વરસાદ થતા રોપણીઓ શરૂ થઈ ગઈ છે. સુરતમાં મેઘરાજાની બેટિંગ યથાવત જોવા મળી છે. સુરત સીટીમાં ૬ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉધના-નવસારી માર્ગ પર વરસાદી પાણી ફર્યા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. કાગળ પર પાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરી કરાઈ છે.

સામાન્ય જનતા પાલિકાની કામગીરીનો ભોગ બની છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. ડુંભાલ, ઓમ નગરમાં વરસાદ વરસ્યો છે. ઓમનગરના ઘરોમાં પાણી પાણી જોવા મળ્યા છે. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ટેક્સટાઇલ માર્કેટના ગોડાઉન તરફના મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમા પાણી છે.ગુજરાત રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ અતિભારેથી ભારે વરસાદ રહેશે. આવતીકાલથી બે દિવસ અમદાવાદમાં યેલો અલર્ટ રહેશે. સૌરાષ્ટ્રમાં સીઝનનો ૩૮ ટકા વરસાદ વધુ વરસી ચૂક્યો છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં હાલ ૨૦ થી ૫૯ ટકા વરસાદની ઘટ છે. ઉત્તર અને મય ગુજરાતમાં હજી પણ વરસાદ વરસ્યો છે.

વાપીમાં સૌથી વધુ ૩ ઇંચ વરસાદ પડ્યો છે. કપરાડામાં ૨.૨૮ ઇંચ, ધરમપુરમાં ૨.૪ ઇંચ વરસાદ, ઉમરગામમાં ૨ ઇંચ, પારડીમાં ૧.૮૪ ઇંચ વરસાદ, વલસાડમાં ૧.૭૨ ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે છઈ છે. ઘડોઇ ખાતે આવેલ ઓરંગા નદી બે કાંઠેપ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યું છે. બે કલાકમાં ધોધમાર ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી ગ્રામ્ય વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે તો ઘરોમાં પણ પાણી ભરાયા છે.

જૂનાગઢના કેશોદનું અખોદડ ગામ પાણીમાં ગરકાવ થયું છે. અખોદડ ગામ ૪ દિવસથી પાણીમાં ગરકાવ થયું છે. ગામની જે દિશા તરફ નજર કરો ત્યાં પાણી જ પાણી છે. વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ વચ્ચે ગામ સંપર્ક વિહોણું બન્યું છે. તેમજ બાંટવા ગામ જળમગ્ન થયું છે. વેપારીઓને માલસામાનનું નુક્સાન ભોગવવાનો વારો આવ્યો છે. આંગણવાડી, શાળા, પાણીમાં ગરકાવ થતા શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે.

ગામના છેવાડાના મકાન, મંદિરો પાણીમાં ગરકાવ થયા છે. અખોદડ ગામનો એક પણ વ્યક્તિ છેલ્લાં ૪ દિવસથી ગામની બહાર નીકળવા અસક્ષમ બન્યો છે. તમામ પ્રકારની જાહેર સેવાઓથી અલિપ્ત થયા છે. સંપર્ક વિહોણા ગામલોકો લીલા શાકભાજી ખરીદી ન શક્તાં ખોરાકમાં બટેટા અને કઠોળના શાકનો ઉપયોગ કરી રહ્યાં છે.