
સુરતમાં છ વર્ષની માસુમ બાળકીને પાડોશીએ બિસ્કીટની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરતા પાડોશમાં રહેતી મહિલાએ દરવાજો ખખડાવ્યો હતો. જ્યારે નરા દમય દરવાજો ખોલ્યો ત્યારે બાળકી લોહી લુહાણ હાલતમાં જોવા મળી હતી અને નરાધમ આરોપી નાસી છૂટ્યો હતો.
સુરત શહેરમાં હેવાનિયતની હદ વટાવતો એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં પોતાના જ દાદા-દાદી પાસે રમતી છ વર્ષની માસુમ બાળકીને પાડોશી દ્વારા સૌ પ્રથમ રમાડવામાં આવે છે ત્યારબાદ બિસ્કીટ આપવાનું કહી તેમને પોતાની સાથે લઈ જાય છે પાડોશી હોવાને નાતે દાદા દાદી પણ ના કહી શક્તા નથી પાડોશી સુરેશ ગોસ્વામી બાળકીને પોતાના ઘરની અંદર લઈ ગયો હતો અને કોઈને જાણ ન થાય તેવી રીતે અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. બાળકી સાથે જ્યારે નરાધમ સુરેશે બળાત્કાર ગુજારીઓ ત્યારે બાળકી જોર જોરથી રોઈ અને બૂમાબૂમ કરતા અન્ય પાડોશમાં રહેતી મહિલા બાળકીનો અવાજ સાંભળી સુરેશ ના ઘરનો દરવાજો ખખડાવે છે જેવો સુરેશ દરવાજો ખોલે ત્યારે બાળકી મહિલાની સામે જ લોહી લુહાણ હાલતમાં જોવા મળી હતી. આ સમય દરમિયાન સુરેશ ગોસ્વામી ત્યાંથી ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. તાત્કાલિક જ બાળકીના માતા-પિતાને જાણ કરાતા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં બાળકીને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યાં ડોક્ટરોએ બાળકીનું મેડિકલ કર્યું હતું. સમગ્ર ઘટનાને પગલે તાત્કાલિક જ ડીંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ડીંડોલી પોલીસે તાત્કાલિક જ તપાસ શરૂ કરી ગણતરીની કલાકોમાં જ આરોપી સુરેશ ગોસ્વામીની ધરપકડ કરી હતી.