સુરતમાં ચાર યુવક અને ત્રણ યુવતીઓ પાસે મળી આવ્યું ડ્રગ્સ, પોલીસે કરી કાર્યવાહી

સુરત, શહેરમાં છેલ્લા લાંબા સમયથી ‘નો ડ્રગ્સ ઈન સુરત’ નામનું અભિયાન પોલીસ ચલાવી રહી છે. સુરત પોલીસ ડ્રગ્સનો કારોબાર કરતા હોય તે લોકો પર પોલીસ સતત કામગીરી કરી રહી છે. ત્યારે સુરતના ભેસ્તાન રસ્તા પાસેથી સુરત પોલીસે સાત લોકોને ડ્રગ્સ સહિત કુલ ૨૪.૪૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જણાવી દઈએ કે,પોલીસે ડ્રગ્સ આપનાર બે જણાને વોન્ટેડ જાહેર કર્યા છે

બનાવની વિગતો જોઈએ તો,સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે લક્સઝુરિયસ કારમાં પાંચથી સાત લોકો ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યા છે.આ બાતમીના આધારે સુરત પોલીસે ભેસ્તાન રસ્તા નજીકથી બે લક્સઝુરિયસ કારોને રોકીને તપાસ હાથ ધરી હતી.ત્યારે ત્રણ યુવતી અને ચાર યુવક પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું.

પોલીસે અભય યાદવ ,મુસ્કાન અન્સારી, ખુશી પાંડે ,અરમાન પઠાણ, રૂબી વિશ્વકર્મા, અસપાક ખાન અને મોહમ્મદ જુનેડ કડિયાને ઝડપી પાડ્યા હતા. અને આરોપીઓ પાસેથી ૩૬,૬૦૦ની કિંમતનો ૩.૬૭૬ મોબાઈલ અને બે કાર કબજે કરી ૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ ડ્રગ્સ કાલુ વોરાજી અને સમીર પાસેથી લાવવામાં આવ્યું હતું એવી વિગતો સામે આવી હતી. આરોપીએ કબુલાત કરતા પોલીસે ચાર યુવક સહિત ત્રણ મહિલાને ઝડપી પાડી તેમની બે લક્સઝુરિયસ કારો પણ કબજે લીધી હતી. અને આરોપીઓ જે બે વ્યક્તિ પાસેથી જથ્થો લાવ્યા હતા તેમને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.

મહત્વનું છે કે, સુરતના જુના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ‘નો ડ્રગ્સ ઇન સુરત’ આ ખાસ અભિયાન શરૂ કર્યું હતું. હવે તેઓ રિટાયર થઈ ગયા બાદ તેમના સ્થાને આવેલા નવા પોલીસ કમિશનરે પણ સતત ડ્રગ્સને લઈને અભિયાન શરૂ રાખ્યું છે અને પોલીસ સતત ડ્રગ્સના કેસોમાં સફળતા મેળવી રહી છે.