
- સુરતમાં PM મોદીનો મેગા રોડ-શો
- PM મોદીને આવકારવા લોકોમાં ભારે ઉત્સાહ
- એરપોર્ટથી મોટા વરાછા PM મોદીનો રોડ-શો
સુરતમાં વડાપ્રધાન મોદીનો મેગા રોડ-શો યોજાયો છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જે 32 કિમી રોડ શોમાં ભવ્ય જનમેદની ઉમટી હતી અને આ રોડ શોનું એરપોર્ટથી મોટા વરાછા સુધી આયોજન કરવામાં આવ્યું હતું. રોડ શોમાં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા તેમજ વિવિધ જગ્યા વડાપ્રધાન મોદી લોકોએ અભિવાદ પણ જીલ્યું હતું. આ રોડ બાદ તેઓ રોડ શો બાદ મોટા વરાછા ગોપીન ગામે જનસભા સંબોધશે.

પાવાગઢમાં 500 વર્ષ બાદ સનાતન ધર્મની ધજા ફરકી
વડાપ્રધાને ખેડામાં કહ્યું હતું કે જેમ આપડુ આધાર કાર્ડ છે એમ પશુઓના આધાર કાર્ડ બનાવવાની દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી કિશાન યોજનાથી વર્ષમાં ત્રણ વખત ખેડૂતોને સીધા રૂપિયા મળી રહ્યાં છે. હવે ખેત મજૂરો માટે પેન્સન યોજના લાવવાનું અમે વિચારી રહ્યા છીએ તેમ પણ મોદીએ કહ્યું હતું. વધુમાં મોદીએ કહ્યું કે ‘જનઔષધી સ્ટોર થકી જે દબા 1000-2000ની થાય તે 10-20 રૂપિયામાં મળી રહી છે. પાવાગઢમાં 500 વર્ષથી ધજા નહોતી જેથી હું વડોદરા નોકરી કરતો ત્યાં જતો તો મને અપમાનજનક લાગતું. ત્યારબાદ તમે મને મુખ્યમંત્રી બનાવ્યો અને બાદમાં દિલ્હી મોકલ્યો જેથી આજે પાવાગઢમાં 500 વર્ષ બાદ સનાતન ધર્મની ધજા ફરકી રહી છે, તેમ પણ જણાવી મોદીએ અંતમાં કહ્યું હતું કે, ગુજરાતના ભલા માટે ભાજપને મત આપજો
હવે શહેરો તો ઠીક સીમા પર પણ આતંકી હુમલા અટક્યાં
ખેડામાં PM મોદીએ કહ્યું હતું કે અમે ગુજરાતમાં આતંકીને પકડી આકરી કાર્યવાહી કરતા હતા ત્યારે દિલ્હીમાં કોંગ્રેસ સરકાર આતંકવાદીઑને બચાવત મહેનત કરતી હતી. કોંગ્રેસની સરકાર આતંકને ટાર્ગેટ કરવાને બદલે મોદીને ટાર્ગેટ કરતા રહ્યાં જેથી આતંક વકાર્યો હતો. કોંગ્રેસ ઉપરાંત હવે મોટા ભાગના આવા પક્ષો તૃષ્ટીકરણની રાજનીતિ કરી રહ્યાં છે. જેનાથી ગુજરાતે સતર્ક રહેવાની જરૂર છે. 2014 માં તમારા એક મતે આતંકવાદને કચડવામાં ખૂબ મદદ કરી છે. હવે શહેરો તો ઠીક પણ સીમા પર પણ આતંકી હુમલા અટક્યાં છે. છતાં કોંગ્રેસ અને વિરોધીએ સર્જીકલ સ્ટાઇક જેવા સેનાના સમર્થ પર પણ શંકા ઉપજાવે છે. ભાજપ સરકાર આતંકવાદ સામે બમણી તાકાતથી લડી રહી છે. ગુજરાતને આતંકી ઘટનાઑથી બચાવવું છે.