સુરત,\ સુરતમાં આઇપીએલની નકલી ટિકિટ ઓનલાઈન વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. મુંબઈ સાયબર સેલ એ મુખ્ય સૂત્રધાર સહિત ૭ આરોપીની કરી ધરપકડ કરી છે.આઇપીએલની વેબસાઈટ જેવી જ ડુપ્લિકેટ વેબસાઈટ બનાવી છેતરપિંડી કરતા હતા.
નકલી આઇપીએલની વેબસાઇટ બનાવી લોકોને છેતરતા આરોપીની મુંબઇ સાયબર સેલે સુરતથી ઝડપી પાડ્યા છે. કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ નકલી વેબસાઇટ બનાવી લોકોને છેતરતા હતા. નકલી ટિકિટો વેંચી કમાણી કરી રહ્યા હતા. ત્યારે આરોપીઓની ધરપકડ કરીને મુંબઇ સાયબર સેલ દ્વારા કાર્યવાહી કરાઇ છે.
આઇપીએલની ૧૭મી સીઝન ૨૨ માર્ચથી શરૂ થઇ છે. ત્યારે સમગ્ર દેશમાં ક્રિકેટના રસિકો દ્વારા ગ્રાઉન્ડમાં જઇને મેચને જોતા હોય છે. મેચની ટિકિટનું ઓનલાઈન વેચાણ પણ શરૂ કરવામાં આવ્યુ છે. ક્રિકેટ રસીકો લાંબી લાઇનોમાં ઉભા રહેવું ન પડે અને ઘરબેઠા ટિકિટ બુક કરાવી શકે તે માટે ઓનલાઇન બુકીગ થઇ રહ્યુ છે. ત્યારે ગઠિયાઓ પણ સક્રિય બન્યા હતા અને ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી અને છેતરપિંડી શરૂ કરી હતી. જો કે મુંબઈ સાયબર સેલ દ્વારા સુરતમાં ઓપરેશન પાર પાડી મુખ્ય સૂત્રધાર સહિત ૭ વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીઓએ આઇપીએલની વેબસાઈટ જેવી જ ડુપ્લીકેટ વેબસાઈટ બનાવી લોકોને છેતર્યા હતા.