સુરત: હીરા વેપારીના ધોરણ નવમાં ભણતા પુત્રએ નવમાં માળેથી મારી મોતની છલાંગ, પરિવારમાં શોક

સુરત, શહેરના સીટી લાઈટ વિસ્તારમાં રહેતા હીરા વેપારીના પુત્રના આપઘાતને લઈને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. આ અંગે ક્યાંક આપઘાતની વાત તો ક્યાંક કિશોર મોબાઇલમાં વ્યસ્ત હતો જેથી નવમા માળેથી પડી ગયા હોવાની વાત ચર્ચાઇ રહી છે. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિનો ધોરણ નવમાં અભ્યાસ કરતા દીકરાએ અચાનક મંગળવારે પોતાના મકાનના નવમા માળેથી મોતની છલાન લગાવી હતી. જોકે, નીચે પટકાતાની સાથે તેના શરીરને ગંભીર ઇજા થઈ ગઇ હતી. જે બાદ તેને સારવાર માટે ખસેડતા તેનું કરુણ મોત થયું હતું. કિશોરે ભરેલા પગલાને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ચૂક્યું છે. આ કિસ્સામાં એવી પણ ચર્ચા થઇ રહી છે કે, કિશોર મોબાઇલમાં વ્યસ્ત હોવાને કારણે તે ઉપરથી નીચે પડી ગયો હતો. આ કેસમાં ઉમરા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

સુરતમાં સતત આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગઈકાલે મોડી સાંજે બનેલી ઘટનાને લઈને પોલીસ દોડતી થઇ જવા પામી છે. સુરતના સિટી લાઈટ વિસ્તારમાં રહેતા હીરા વેપારી જીગર વિદાનીનો પુત્ર આર્યન ધોરણ નવમાં અભ્યાસ કરતો હતો. તે શાળાથી આવ્યા બાદ પોતાના મકાનના નવમા માળેથી નીચે પટકાયો હતો. જેને કારણે તેના શરીરને ગંભીર ઇજા થવા પામી હતી.

આ ગંભીર ઇજાગ્રસ્ત કિશોરને સારવાર માટે પરિવાર હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો.જ્યાં ટૂંકી સારવાર બાદ આ કિશોરનું મોત થયું હતું. જોકે કિશોરના મોત અને તેને ભરેલા પગલાની લઈને પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. કિશોર આપઘાત લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આપઘાત કરનાર કિશોર સુરતના નામી ઉધોગપતિ ચંદ્રાકાર સંઘવીનો દોહત્ર હોવાનું પણ સામે આવ્યું છે. કિશોરે ભરેલા પગલાને લઈને પરિવાર આ મામલે કાંઇ બોલવા તૈયાર નથી. આ કિશોરે આપઘાત કર્યો છે કે તે મોબાઇલમાં વ્યસ્ત હોવાને કારણે નવમા માળેથી નીચે પટકાયો છે તે પોલીસને વધુ તપાસમાં માલૂમ થશે. આ બંને વાત વચ્ચે સુરતની ઉમરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.