સુરતના ડોક્ટરનાં કરતૂત, પીડિતાની આપવીતી:’પપ્પીબપ્પી નહીં થઈ જાય, એમ કહી ડાબા હાથના બાવડે બટકું ભરી લીધું, ત્રીજીવાર આવી હરકત કરી છે’

સુરતમાં સરથાણા જકાતનાકા પાસે ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડો. પ્રતીક માવાણીએ સોનોગ્રાફી સેન્ટરમાં મહિલા દર્દીની ચકાસણી દરમિયાન 20 વર્ષીય રિસેપ્શનિસ્ટને હાથ પર કિસ કરી છેડતી કરતાં હોબાળો મચ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ આ તબીબને મેથીપાક ચખાડતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. સોનોગ્રાફી રૂમમાં તબીબે કરેલી આ હરકત શહેરમાં ચર્ચાસ્પદ બની છે. પીડિતાએ કહ્યું હતું કે આ ઘટના ત્રીજીવાર બની અને મેં પોલીસ ફરિયાદ અને 181 મહિલા હેલ્પલાઇનમાં પણ ફરિયાદ કરી છે.

બીજી તરફ ડોક્ટર પ્રતીક મેવાણીએ પણ યુવતી અને માર મારનાર લોકો વિરુદ્ધ રાયોટિંગ અને ખંડણી માગવા મામલે ફરિયાદ નોંધાવી છે.

‘પપ્પીબપ્પી નહીં થઇ જાય એમ કહી હોઠ પર બચકું ભરી લીધું’ આ અંગે પીડિતાએ જણાવ્યું કે ડો. પ્રતીક માવાણી પહેલેથી જ મારી પાછળ લટ્ટુ બન્યો હતો. થોડાક દિવસ પહેલાં મને ગળે ભેટવાની કોશિશ કરી થાપાના ભાગે ટચ કર્યું હતું. 23મી ડિસેમ્બરે પણ પપ્પીબપ્પી નહીં થઇ જાય એમ કહી હોઠ પર બચકું ભરી લીધું હતું, જોકે આ બંને વખતે મેં આ વાતને મસ્તી સમજી અવગણી હતી, પરંતુ બુધવારે કરેલી અશ્લીલ હરકતે તબીબની નિયતનો ભાંડો ફોડી નાખ્યો હતો. ત્રીજીવાર આ પ્રકારની ઘટના બની છે.

ડો.પ્રતીક માવાણીની હોસ્પિટલ.

ડો.પ્રતીક માવાણીની હોસ્પિટલ.

‘હું તેની કોઈ સગી નથી કે તે આવીને મને બચકું ભરી જાય’ તેણે વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરનો સ્વભાવ મસ્તીખોર છે એ પણ મને પણ ખબર છે, પણ આ હરકત લીગલી જોવા જાઓ તો છેડતી જ છે, કેમ કે હું તેની કોઈ સગી નથી કે તે આવીને મને બચકું ભરી જાય. આ બાબતે જ્યારે માલિકને જાણ કરવામાં આવી ત્યારે તેમણે પણ એવું કહ્યું હતું કે આવું શક્ય જ નથી. આ બધું તમે ખોટું બોલો છો અને પૈસા પડાવવા માટે આવું કરી રહ્યા છો. આ બધું પૈસા માટે નથી કર્યું, અમારી આબરૂનો સવાલ છે. અમે નાના માણસો છીએ અમારા માટે આબરૂ વધારે ઈમ્પોર્ટન્ટ હોય છે.

‘હું એ છોકરીને નથી ઓળખતો, મારા પર ખોટા આરોપો લગાવ્યા છે’ યુવતીએ જેના પર આરોપ લગાવ્યા તે ડો. પ્રતીક માવાણીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 5થી 8 વર્ષથી સોનોગ્રાફી સેન્ટરમાં દર્દીની તપાસ માટે જાઉ છું. આ જ રીતે જ્યારે હું દર્દીની તપાસ કરીને ઓફિસમાં બેઠો હતો, ત્યારે અમુક અસામાજીક તત્વો ત્યાં ધસી આવ્યા અને છેડતીનો આરોપ મુક્યો. જેથી મેં ના પાડી કે મેં કોઈ છેડતી નથી કરી તો તેઓએ સીધા 20 લાખની માંગણી કરી ના આપો તો બદનામ કરી નાખવાની ધમકી આપી મારી નાખવાની ધમકી આપી. મેં વાત માનવાનો ઇન્કાર કર્યો તો તે લોકો મારા પર તૂટી પડ્યા તેમાં મને ગંભીર ઈજા થતાં અત્યારે ICUમાં દાખલ છું. હું એ છોકરીને નથી ઓળખતો, ત્યાં આગળ નર્સીંગ સ્ટાફ બદલાતો રહેતો હોય છે. જે રૂમમાં છેડતી થઈ હોવાની વાત કરવામાં આવી રહી છે ત્યાં દર વખતે એક દર્દી હોય છે, એક નર્સીંગ સ્ટાફ હોય છે અને એક એક્સ-રે ટેક્નિશિયન પણ હોય છે. મારા પર ખોટા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. મારી માંગણી છે કે સરકાર અને પોલીસ સત્ય હકીકત બહાર લાવે અને યોગ્ય ન્યાય થાય.

ડો. પ્રતીક માવાણી.

ડો. પ્રતીક માવાણી.

યુવતીના પિતાનું વર્ષો પહેલાં અવસાન, માતા-ભાઈના ભરણપોષણની છે જવાબદારી મૂળ અમરેલી જિલ્લાની વતની અને હાલ કતારગામ રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રામાં એક સોનોગ્રાફી સેન્ટરમાં રિસેપ્સનિસ્ટ છે. પિતાનું વર્ષો પહેલાં અવસાન થઈ ગયું છે. આ યુવતી પર જ માતા, ભાઈના ભરણપોષણની જવાબદારી છે. બુધવારે બપોરે રાબેતા મુજબ તે ડયૂટી પર હતી તે વખતે તેમના સેન્ટરમાં એક યુવતી ડાયગ્નોસિસ માટે આવી હતી. અહીં પ્રેગ્નન્સીને લાગતા ટેસ્ટ માટે જકાતનાકા પર ફ્લોરલ વુમન્સ હોસ્પિટલમાં ગાયનેક પ્રતીક માવાણી કન્સલ્ટન્ટ તરીકે આવતા રહેતા હતા.

બપોરે સવા બે વાગ્યે પેશન્ટને આ યુવતી ડાયગ્નોસિસ માટે રૂમમાં લઇ ગઇ હતી. પેશન્ટને રેડી કરી ત્યાં જ હાજર હતી અને ડોક્ટર પ્રતીક માવાણીએ પેશન્ટની તપાસ શરૂ કરી. દસેક મિનિટ થઈ જવા છતાં યોગ્ય તપાસ નહીં થતાં તબીબે હતાશ થવાનું નાટક કરી આ રિસેપ્શનિસ્ટના ખભા પર માથું ઢાળી દીધું. તે લગ્ન કરવાની છે કે નહિ તેવી વાતો કરવાની સાથે જ આ રિસેપ્શનિસ્ટ યુવતીને ડાબા હાથે કિસ કરી લીધી.આ ઘટનાથી રોષે ભરાયેલી યુવતીએ ત્વરિત માતાને જાણ કરતાં સ્વજનો સહિતનું ટોળું આ સેન્ટરમાં ધસી આવ્યું હતું. રોષે ભરાયેલા ટોળાએ તેની ક્લિનિકમાં જ ધોલાઈ કરી નાંખી હતી