સુરત: કોન્સ્ટેબલની પત્ની પર તેના જ મિત્રએ જ આચર્યુ દુષ્કર્મ, ધરપકડ થઇ

સુરત,\ વેસુ સ્થિત રહેતા સીઆઇએસએફના કોન્સ્ટેબલની પત્નીને પડોશમાં રહેતા સીએસએફઆઈના કોન્સ્ટેબલે બળાત્કાર ગુજાર્યો હતો. પતિ નાઈટ શિફ્ટમાં નોકરીએ ગયો હતો તે સમયે પરિણીતા પર હમ વતની યુવક દ્વારા બળાત્કાર ગુજાર્યાનો મામલો સામે આવ્યો હતો. જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

સુરતમાં એક ઘટનાએ હાલ ચર્ચા ઉભી કરી છે. સુરતના વેસુમાં રહેતા સીઆઇએસએફનો કોન્સ્ટેબલે ગુરુવારે સવારે ૬:૦૦ વાગે નાઈટ શિફ્ટ પૂરી કરીને ઘરે આવ્યો હતો. ત્યારે તેની પત્ની ફરિયાદ કરી હતી કે, મળશકે સડા પાંચ વાગ્યે પડોશમાં રહેતો અને તેનો હમવતની યુવક સુનિલકુમાર વેદ પ્રકાશ ઘરમાં ઘૂસી આવ્યો હતો. જે બાદ તેણે જબરદસ્તી કરીને બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. મહિલાએ બૂમા બુમ કરતાની સાથે યુવક દ્વારા પેટમાં અને કમરના ભાગે ઠીક મૂકીને માર માર્યો હતો.

૨૪ મેના રોજ મળસકે, પાંચ વાગ્યે ઘરમાં આવી ધાકધમકી આપી બળાત્કાર ગુજારવાની વિગતો સામે આવી હતી. પત્નીની આવી ફરિયાદ સાંભળીને પતિ પણ ચોંકી ઉઠ્યો હતો કારણ કે તેનો પતિ સુરત સીઆઈએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને બળાત્કાર કરનાર અન્ય કોઈ નહિ પણ પત્નીનો હમવતની અને કોન્સ્ટેબલનો મિત્ર સુનિલકુમાર વેદ પ્રકાશ હોવાનું સામે આવ્યું હતું.

જોકે આ પરણીતાએ હમ વતની હોવાને કારણે આ યુવક સુરતમાં આવ્યો હતો. ત્યાર પોતાના ઘરે જમાડ્યો હતો. તે દિવસથી જ તેની દાનત પરણિતા પર હતી અને તેને પોતાની હવસ સંતોષવા માટે પરિણીતાને પિંખી નાંખી હતી. જોકે પરણીતાને પતિએ સપોર્ટ કરતા કોન્સ્ટેબલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.