સુરત, સુરતમાં મહિલાના હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં ૬૮ વર્ષીય પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી છે. ત્યારે પોલીસે મહારાષ્ટ્રથી આરોપી પ્રેમીને ઝડપ્યો છે. તેમાં ૨૦ વર્ષથી ચાલતા લગ્નેત્તર સંબંધોનો કરુણ અંજામ આવ્યો છે.
હત્યાના સ્થળ પરથી મળેલા મોબાઇલ ચાર્જરથી કડી મળી હતી. જેમાં લીંબાયત પોલીસે બ્લાઇન્ડ કેસનો ભેદ ઉકેલ્યો છે. જેમાં સુરત શહેરમાં લીંબાયત સ્થિત નીલગીરી ગ્રાઉન્ડ નજીકથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી હતી. જેમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી હતી. તાજેતરમાં જ શહેરના ક્તારગામ વિસ્તારમાં પ્રેમનો કરુણ અંજામ આવ્યાની ઘટના સામે આવી હતી. શંકાશીલ પ્રેમીએ સુતેલી પ્રેમિકા પર કેરોસીન નાંખીને સળગાવી દીધી હતી. પ્રેમીએ જ પ્રેમિકાની ઘાતકી હત્યા કરી નાંખી હતી. પોલીસે પ્રેમી યુવાનને ગણતરીના કલાકમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટનાની વિગતે વાત કરીએ તો, મૂળ રાજસ્થાનનો અને હાલ સુરતમાં છૂટક મજૂરી કામ કરી શંભુ આડા પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ સમયમાં તેને રાધા નામની એક પરણિત મહિલા સાથે પ્રેમ થયો હતો. આ બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ પાંગર્યો હતો. પરંતુ કહેવાય છે ને કે, સંબંધોમાં જ્યારે પણ વહેમ વચ્ચે આવે ત્યારે તે સંબંધ તૂટી જતો હોય છે. આવું જ કઈક આ ઘટનામાં પણ બન્યુ હતુ અને પ્રેમીએ હત્યા કરી હતી.