સુરત એરપોર્ટ પરથી જંગી પ્રમાણમાં ગેરકાયદે રૂ ૧૧ લાખનું સોનું ઝડપાયું

સુરત એરપોર્ટ પરથી સોનાની વધુ એક સ્મગલિંગ ઝડપાઈ આવી છે, આ સ્મગલિંગ દુબઈથી સુરત આવતી સુરત-શારજાહની લાઈટમાં થઇ હતી, બેલ્ટના બક્કલમાં ૧૫૦ ગ્રામ એટલે યુવકના બેલ્ટમાંથી રૂ ૧૧ લાખનું સોનું કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું હતું

સુરતમાં ગેરકાયદે ગોલ્ડ સ્મગલીંગના કિસ્સા ઉત્તરોત્તર વધી રહ્યા છે. ત્યારે કસ્ટમ વિભાગે ફરી ગોલ્ડ સ્મગલિંગ ઝડપી પાડ્યું છે. રવિવારે દુબઇ ફલાઇટ આવતા કસ્ટમ અધિકારીઓ રાબેતા મુજબ ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે ૩૦ વર્ષીય યુવાન શંકાસ્પદ જણાય આવ્યો હતો, જેથી તેને સાઈડમાં બોલાવી અધિકારીએ તેનો પટ્ટો ઉતરાવીને બક્કલનું ચેકિંગ કરતા તે દોઢસો ગ્રામ એટલે કે ૧૧ લાખનું હોવાનો ખુલાસો થયો હતો.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ૭૦ લાખના ગોલ્ડ સ્મલિંગમાં બે આરોપીઓને જામીન મળ્યા બાદ કોર્ટ સંકુલમાં ચર્ચા હતી કે બોગસ બિલિંગની જેમ હવે પોલીસ કસ્ટમના અધિકાર ક્ષેત્રમાં પ્રવેશી રહી છે. જીએસટીએ તો બોગસ બિલિંગમાં પોલીસ ન પ્રવેશે એ માટે નંબર લેનારને રૂબરૂ બોલાવી તેનું આઇડેન્ટિફિકેશન શરૂ કર્યું છે. કેમકે પોલીસે બોગસ બિલિંગમાં જે કેસ નોંયા છે તેમાં લગભગ બધા જ ફોર્જરી ડોક્યુમેન્ટ અંગેના છે. કોઈ ફરિયાદી આવીને કહે કે મારા ડોકયુમેન્ટનો દુરુપયોગ થયો એટલે પોલીસ ગુનો નોંધે. હવે આ બારી જ જીએસટીએ બંધ કરી દીધી છે.