સુરત: આર્મીની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો ગદ્દાર ઝડપાયો

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડિંડોલીમાં આઇએસઆઇના એજન્ટો સાથે સંપર્ક ધરાવતા શખ્સને ઝડપી લેતા સ્ટેટ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ તપાસમાં ઝંપલાવ્યું.

સુરતના ડિંડોલી યોગેશ્ર્વર પાર્ક સોસાયટીમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક શંકાસ્પદ ઇશમને ઝડપી કરેલી પૂછપરછમાં તે પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇના બે એજન્ટના સંપર્કમાં હોવાનું અને ભારતી આર્મીની કેટલીક અતિ ગુપ્ત માહિતી સોશ્યલ મીડિયાના માધ્યમથી મોકલી તેના બદલામાં પાકિસ્તાનથી દેશના ગદારના બેન્ક એકાઉન્ટમાં ક્રિપ્ટો કરન્સીના પેમેન્ટના પ્લેટફોર્મ યુએસડીટી દ્વારા રૂા.૭૫,૮૫૬ ટ્રાન્સફર થયાનું બહાર આવતા પોલીસ સ્ટાફ ચોકીં ઉઠયો છે. સુરતથી ઝડપાયેલા દેશદ્રોહીના બેન્ક એકાઉન્ટ, બે મોબાઇલ કબ્જે કરી સ્ટેટ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સી દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

સુરતના ડિંડોલી યોગેશ્ર્વર પાર્ક સોસાયટીમાં સાંઇ ફેશન નામની કપડાની દુકાન ચલાવતા દિપક સાળુકે નામના શખ્સની શંકાસ્પદ પ્રવૃતિ અંગેની સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા બે દિવસ પહેલાં તેની અટકાયત કરવામાં આવી હતી. દિપક સાળુકેની પૂછપરછ દરમિયાન તે મુળ મહારાષ્ટ્રનો વતની હોવાનું અને કોરોનાના કારણે કાપડનો ધંધો પડી ભાંગતા તેને મની એક્સચેન્જનો વ્યવસાય શરૂ કર્યો હતો તે દરમિયાન તેને છ માસ પહેલાં પૂનમ શર્મા નામના ફેસબુક આઇ ચેટ કર્યુ હતી. પૂનમ શર્મા ફેક આઇડી હોવાનું અને પોતે પાકિસ્તાનના આઇએસઆઇ એજન્ટ હમીદ અને કાશિફ હોવાનું જણાવ્યું હતું.

પાકિસ્તાન જાસુસી સંસ્થા આઇએસઆઇને ભારતીય આર્મીની ગુપ્ત માહિતી મોકલવા જણાવી આર્થિક લાભની ઓફર કરવામાં આવતા દિપક સાળુક પાકિસ્તાન આઇએસઆઇના એજન્ટની ઓફરથી આકર્ષિત થઇ દેશનો ગદાર બની ભારતીય આર્મીની ઇન્ફ્રન્ટ્રી, રેજીમેન્ટ, આટીલરી અને બ્રિગેડની અતિ ગુપ્ત માહિતી ડાઉન લોડ કરી ફેશબુક અને ઇન્ટાગ્રામ દ્વારા માહિતી મોકલી હતી. છેલ્લા છ માસથી પાકિસ્તાનના આઇએસઆઇના એજન્ટો વતી કામ કરતા દિપક સળુકેના બેન્ક એકાઉન્ટમાં યુએસડીટી થકી ક્રિપ્ટો કરન્સીના પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા રૂા. ૭૫,૮૫૬ જમા થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

દેશદ્રોહી દિપક કિશોર સાળુંક યુ ટયુબ અને ગુગલ પર ભારતીય આર્મીની માહિતી ડાઉન લોડ કર્યાની કબુલાત પોલીસના ગળે ઉતરી નથી દિપક સાળુકના બે મોબાઇલ કબ્જે કરી તેના ફેશબુક અને ઇન્ટાગ્રામની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ તેને ભારતમાંથી સીમ કાર્ડ ખરીદ કરી આઇએસઆઇના એજન્ટ હમિદ અને કાશિફને મોકલ્યાની શંકા સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. દિપક સાળુકેની કબુલાતથી પોલીસ સ્ટાફ ચોંકી ઉઠયો છે. અતિ સંવેદનશીલ ગણાતી તપાસમાં સ્ટેટ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીના ટોચના અધિકારીએ ઝંપલાવ્યું છે.