
મુંબઇ,
અદાણી-હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટનો મામલે ટૂંક સમયમાં થશે ફેસલો. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા ગુરુવારે મહત્વનો નિર્ણય સંભળાવ્યો. આ નિર્ણયનું સ્વાગત કરતા ગૌતમ અદાણીએ કહ્યું છે કે, ‘સત્યમેવ જયતે’ અદાણી-હિંડનબર્ગ કેસમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. દેશની સૌથી મોટી અદાલતનું કહેવું છે કે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના થવી જોઈએ. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આ નિર્ણયને આવકાર્યો છે. તેણે કહ્યું કે ‘સત્યની જીત થશે’.
ગૌતમ અદાણીએ ટ્વિટર પર લખ્યું, ‘અદાણી ગ્રુપ માનનીય સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કરે છે. આ બાબત સમયબદ્ધ રીતે અંતિમ તબક્કામાં આવશે. ‘સત્યમેવ જયતે’. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે. બી. પારડીવાલાએ કેસની સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રોકાણકારોની સુરક્ષા માટે આ તપાસ જરૂરી છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે આ સમગ્ર કેસમાં તપાસ સમિતિની રચના કરવાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારતીય રોકાણકારોના રક્ષણ માટે તપાસ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશ અભય મનોહર સપ્રેના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરી છે.
સુપ્રીમ કોર્ટે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે કોર્ટ તેના વતી એક સમિતિની રચના કરશે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભય મનોહર સપ્રેના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચના કરી છે. સમિતિમાં અન્ય સભ્યોમાં ઓ.પી. ભટ્ટ, જસ્ટિસ જે.પી. દેવધર, કે વી કામથ, નંદન નિલકની, શેખર સુંદરનનો સમાવેશ કરવામાં આવશે.