સુપ્રિમ કોર્ટ પહોંચ્યો કુશ્તી મહાસંઘ વિવાદ, બ્રિજ ભૂષણ સિંહ સામે એફઆઇઆરની માંગ

નવીદિલ્હી,કુસ્તી મહાસંઘ વિવાદ એકવાર વકરી રહ્યો છે. એક તરફ દિલ્હીમાં પહેલવાનોના અધ્યક્ષ બ્રિજ ભૂષણ સિંહ સામે રણસિંગુ ફૂંક્યું છે. હવે આ કેસ સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે. જ્યાં તેમણે બ્રિજ ભૂષણની સામે FIR દાખલ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

આ કેસમાં કુસ્તીબાજ બજરંગ પુનિયાએ જણાવ્યું હતું કે, ફરિયાદ થયાને ૪૮ કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. તેઓ બ્રિજ ભૂષણનો વિરોધ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ વખતે તમામ રાજકીય પક્ષો તેમનું મંચ પર સ્વાગત છે.

આ મામલે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, WFI ચીફ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોના વિરોધ વચ્ચે પોલીસે તેમની ફરિયાદ પર તપાસ શરૂ કરી છે. પોલીસે રમતગમત મંત્રાલય દ્વારા રચાયેલી તપાસ સમિતિ પાસેથી પણ રિપોર્ટ માંગ્યો હતો.

દિલ્હી પોલીસ અને સરકાર દ્વારા આપવામાં આવેલી ખાતરીથી કુસ્તીબાજો હવે સંતુષ્ટ નથી. તેમણે સીધી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં બ્રિજ ભૂષણ સિંહ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. તેની સામે એફઆઈઆર નોંધવાની પણ માંગ કરી હતી.

વિનેશ ફોગટે લગાવ્યો મંત્રાલય પર આરોપ – વિનેશ ફોગટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિત ઘણા મોટા રેસલર દિલ્હીમાં કેમ્પ કરી રહ્યા છે. આ મામલે વિનેશ ફોગાટે જણાવ્યું હતું કે, રમત મંત્રાલયે એક કમિટી બનાવી છે, જે માત્ર નામ પર છે. મંત્રાલયે જ રાજનીતિ કરી છે. તેઓએ અમને આપેલા વચનો પૂરા કર્યા નથી.

વિનેશે વધુમાં જણાવ્યું હતું કે, અમે જેના પર વિશ્ર્વાસ કર્યો હતો, તેણે અમને દગો આપ્યો હતો. બ્રિજ ભૂષણના કહેવા પ્રમાણે ત્યાં બધું થઈ રહ્યું છે. બીજી તરફ સાક્ષી મલિકે જણાવ્યું હતું કે, અમને લાગતું હતું કે, કમિટી ન્યાય કરશે, પરંતુ એવું થયું નહીં. અત્યાર સુધી તેની સામે એફઆઈઆર પણ નોંધાઈ નથી.

ચૂંટણી પ્રતિબંધ – બીજી બાજુ, સૂત્રોના હવાલાથી સમાચાર છે કે, ૭ મેના રોજ યોજાનારી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણીઓ પર રોક લગાવવામાં આવી છે. કુસ્તી ફેડરેશનના વિવાદમાં રેસલર્સ હવે સુપ્રીમ કોર્ટમાં ગયા છે. તેઓ ઘણા દિવસોથી સંઘ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.