સુપ્રીમ કોર્ટે ’નોટ ફોર વોટ’ કેસમાં પુનર્વિચાર બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો

નોટ ફોર વોટ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કર્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. તમને જણાવી દઈએ કે, કોર્ટ વિચાર કરી રહી છે કે શું સદનમાં ભાષણ અને વોટના બદલામાં લાંચ લેવાના મામલામાં સાંસદો અને ધારાસભ્યોને કાર્યવાહીથી મુક્તિ આપવી યોગ્ય છે કે નહીં. સુપ્રીમ કોર્ટે ૧૯૯૮માં પોતાના એક નિર્ણયમાં સાંસદો અને ધારાસભ્યોને આ છૂટ આપી હતી. બુધવારે સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આ કેસમાં ગુનાહિતતા સામેલ છે, તો કોર્ટ કેસ ચલાવવાની મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે.

એટર્ની જનરલ આર વેંકટરામણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિત અનેક વરિષ્ઠ વકીલોની સુનાવણી બાદ બંધારણીય બેંચે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. તુષાર મહેતાએ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે તેમણે કોર્ટને બંધારણની કલમ ૧૦૫ હેઠળ પ્રતિરક્ષાના પાસામાં ન જવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે લાંચનો ગુનો ત્યારે પૂર્ણ થાય છે જ્યારે લાંચ અન્ય પક્ષ દ્વારા આપવામાં આવે અને સ્વીકારવામાં આવે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તેની સામે કાર્યવાહી થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટની સાત જજોની બંધારણીય બેન્ચે નોટ ફોર વોટ કેસમાં સુનાવણી પૂર્ણ કરી. બુધવારે સુનાવણી દરમિયાન, બેંચમાં હાજર મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ટિપ્પણી કરી હતી કે સાંસદ-ધારાસભ્ય દ્વારા કોઈપણ ગુનાહિત કૃત્યના કિસ્સામાં પણ, શું ગૃહમાં આપવામાં આવેલ વિશેષાધિકાર તેમને કેસથી બચાવી શકે છે? કાયદાના દુરુપયોગના ભયથી રાજકીય ભ્રષ્ટાચારને મુક્તિ આપવી જોઈએ?

તમને જણાવી દઈએ કે જેએમએમ ચીફ શિબુ સોરેન અને તેમની પાર્ટીના ચાર સાંસદો પર ૨૦૧૨ની રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોઈ ખાસ ઉમેદવારને વોટ આપવાના બદલામાં લાંચ લેવાનો આરોપ હતો. આ કેસમાં સીબીઆઈએ કેસ નોંધ્યો હતો, પરંતુ શિબુ સોરેનની પુત્રવધૂ અને કેસની આરોપી સીતા સોરેને હાઈકોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટના ૧૯૯૮ના નિર્ણયને ટાંકયો હતો, જેના પછી હાઈકોર્ટે નોંધાયેલ કેસને ફગાવી દીધો હતો. જેએમએમના સાંસદો સામે હતી.