સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ પાઠવી, પ્રતિબંધ પર ૩ અઠવાડીયામાં માંગ્યો જવાબ

નવીદિલ્હી,

ગુજરાતમાં ૨૦૦૨ માં થયેલા હિંસા પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટ્રી પર રોક લગાવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ અરજી પર સુનવણી કરતા સુપ્રિમ કોર્ટે આજે સરકારને નોટિસ ફટકારી હતી. કેન્દ્ર સરકારના આ નિર્મય વિરુદ્ધ તેને નિર્દેશ આપવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. જના પર સુપ્રિમ કોર્ટે આ પગલુ ભર્યુ છે . આના પર સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર પાસે ત્રણ અઠવાડીયામા જવાબ દાખલ કરવા માટે કહ્યુ છે. આ મામલે આગામી સુનવણી એપ્રિલમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલયે આ ડોક્યુમેન્ટ્રી પર પ્રોપેગંડાનો ગણઆવી છે.

સુપ્રિમ કોર્ટમાં ૨૦૦૨ માં ગુજરાતમાં હિંસા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઇને બનેલી બીબીસીની વિવાદિત ડોક્યુમેન્ટ્રીને દેખાડતા રોકરવાને લઇને કેન્દ્ર સરકારના નિર્ણય સામે પડકાર ફેંકવામાં આવ્યો છે. આજ સૂનવણી બાદ કેન્દ્ર પાસેથી ત્રણ અઠવાડીયાની અંદર જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યુ છે. અદાલત આ મામલે આગળની સુનવણી એપ્રિલમાં કરશે.

સુપ્રિમ કોર્ટમાં કેન્દ્ર સરકારના નિર્ણય તૃણમૂલ કોગ્રેસ સાસંદ મહુલા મોડત્રા, વરિષ્ઠ પત્રકાર એન રામ અને વકીલ અને એક્ટિવિસ્ટ પ્રશાંત ભૂષણે પડકારી છે . પોતાની અપીલમાં આ લોકોએ અધાલતને કેન્દ્ર સરકારને એ નિર્દેશ આપવા કહ્યુ છે કે, માહિતી પ્રાપ્ત કરવા અને પ્રસારીત કરવાના તેમના અધિકાર પર રોક ના લગાવે. બીબીસી ની ડોક્યુમેન્ટ્રી છે. જે પહેલા દિવસથી જ આંતરરાષ્ટ્રીય સ્તર પર વિવાદોમાં આવી ચૂકી છે.