નવીદિલ્હી,
છેલ્લા કેટલાક મહિનાઓથી કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ન્યાયાધીશોની નિમણૂક સંબંધિત કોલેજિયમ સિસ્ટમને લઈને મતભેદ ચાલી રહ્યા છે. કોલેજિયમ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે પહેલીવાર જજો વિશેની તમામ માહિતી સાર્વજનિક કરવાનો નિર્ણય લીધો છે.સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે કેન્દ્ર સરકારના વાંધાઓનો જવાબ આપવા માટે, મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની કોલેજિયમે નિર્ણય કર્યેા કે આ વખતે તમામ કેસ સાર્વજનિક કરવામાં આવે.
જેના કારણે ગુચર એજન્સીઓમાં બેચેની ફેલાઈ ગઈ છે. કેન્દ્ર સરકારના વાંધાઓ જાહેર ન કરવાની પ્રથા રહી છે. આ ઉપરાંત, તે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની જગ્યાઓ માટે સંભવિત ઉમેદવારોની ચકાસણી કરે છે. ગુચર એજન્સીઓની ગુતા જાળવવાની પણ પ્રથા રહી છે. જો કે, હવે આ તમામ બાબતોના ખુલાસાથી સરકારની અંદર ભારે ચિંતા પેદા થઈ છે, જેને લાગે છે કે તેનો જાહેરમાં ઉપયોગ ન કરવો જોઈએ. જજની નિયુક્તિ પ્રક્રિયામાં કોઈ બદલાવ નહીં કરવાનો કોલેજિમનો નિર્ણય છે માટે સુપ્રીમના આવા કેટલાક નિર્ણયોથી કેન્દ્ર સાથે ટસલ વધવાની શકયતા છે.
સૂત્રોને ટાંકીને કહ્યું કે આઝાદીથી ચાલી આવતી આ પ્રથા વિશે ચીફ જસ્ટિસને સંવેદનશીલ બનાવવા માટે અંતિમ નિર્ણય લેવામાં આવશે. સરકારના સૂત્રોનું કહેવું છે કે ન્યાયાધીશોના પુન: મૂલ્યાંકનની યોગ્ય પ્રક્રિયા કરવામાં આવશે અને આગામી સાહના અંતે આખરી નિર્ણય લેવામાં આવશે. સૂત્રોએ એનડીટીવીને જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની પદોન્નતિ પર કેન્દ્ર સાથેની વાતચીતને સાર્વજનિક કરવાનું અભૂતપૂર્વ પગલું ભરતા પહેલા ચાર દિવસ સુધી વિચાર-વિમર્શ કર્યેા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સમગ્ર મામલાને સાર્વજનિક કરતા પહેલા કોલેજિયમના ન્યાયાધીશો સાથે ન માત્ર સલાહ લીધી હતી, પરંતુ કોલેજિયમના ભાવિ ન્યાયાધીશો સાથે પણ ચર્ચા કરી હતી. વાસ્તવમાં કેન્દ્ર સરકારે વરિ વકીલ સૌરભ ક્રિપાલને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની કોલેજિયમની ભલામણ સામે વાંધો ઉઠાવ્યો હતો.
સૌરભ વિદેશી ભાગીદાર હોવાના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે કોલેજિયમને તેના નામ પર પુન:વચાર કરવા જણાવ્યું હતું. વિદેશી ભાગીદાર હોવાથી ઈન્ટેલિજન્સ બ્યુરોએ સૌરભ વિદ્ધ રિપોર્ટ પણ આપ્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટ પણ અટકી ગઈ. કોલેજિયમે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક પર અને ના અહેવાલો પણ સાર્વજનિક કર્યા હતા.