નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે ઈડી ડાયરેક્ટર સંજય મિશ્રાના કાર્યકાળને લંબાવવાના સરકારના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. સંજય મિશ્રા ૧૫-૧૬ સપ્ટેમ્બરની મધ્યરાત્રિ સુધી આ પદ પર રહેશે. જોકે, આ પછી તેમને એક્સટેન્શન આપવામાં આવશે નહીં. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ૩ જજોની બેંચમાં આ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંજય કરોલની બેન્ચે આ મુદ્દે સુનાવણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં કહ્યું કે સામાન્ય સંજોગોમાં અમે અરજી પર સુનાવણી કરતા નથી. પરંતુ વ્યાપક જાહેર હિતને ધ્યાનમાં રાખીને, અમે સંજય મિશ્રાને ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી ED ડાયરેક્ટર તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપવા ઈચ્છીએ છીએ. અમે સ્પષ્ટ કરીએ છીએ કે અન્ય કોઈ અરજી પર ધ્યાન આપવામાં આવશે નહીં. તેઓ ૧૫-૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ ની મધ્યરાત્રિએ ED ડિરેક્ટરના પદ પરથી રાજીનામું આપશે.
જસ્ટિસ બીઆર ગવઈએ પૂછ્યું કે શું આટલી મોટી સંસ્થામાં માત્ર એક જ અધિકારી છે જે આટલા મોટા મુદ્દાને સંભાળી શકે? કોર્ટે પૂછ્યું કે શું સરકાર માને છે કે બાકીના અધિકારીઓ બિલકુલ લાયક નથી? સુપ્રીમ કોર્ટમાં એક પછી એક ચીફ જસ્ટિસ આવે છે. એસજી તુષાર મહેતાએ કહ્યું કે તમારા પ્રશ્ર્નો સાચા છે પરંતુ અહીં પરિસ્થિતિ થોડી અલગ છે. સંજય મિશ્રા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ સંબંધિત મુદ્દાઓ પર નિપુણતા ધરાવે છે.આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના પ્રયાસોને નુક્સાન થશે. વૈશ્ર્વિક સ્તરે આર્થિક સુધારા તરફ સફળતાપૂર્વક આગળ વધી રહેલા આપણા દેશની છબી ખરડાઈ શકે છે. અમારા ઘણા પડોશીઓ પહેલેથી જ ગ્રે લિસ્ટમાં છે. સરકાર માત્ર ૧૫મી ઓક્ટોબર સુધી તેમની સેવાના વિસ્તરણને મંજૂરી આપવા વિનંતી કરે છે.
જસ્ટિસ ગવઈએ કહ્યું કે તમારો વિભાગ (ઈડી) અયોગ્ય લોકોથી ભરેલો લાગે છે! શું કોઈ લાયક અધિકારી નથી?એક અધિકારીના જવાથી આટલો ફરક પડશે જસ્ટિસ ગવઈએ કહ્યું કે જો તેઓ આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં નહીં આવે તો શું સુપ્રીમ કોર્ટની કોર્ટ બંધ થઈ જશે? યાદીમાં ભારતનું સ્થાન શું છે? એસજીએ કહ્યું કે અમારો દેશ હ્લછ્હ્લની ભલામણોનું પાલન કરનારા દેશોમાં સામેલ છે. અરર્જીક્તાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ સરકારે બધું એક અધિકારીના ખભા પર મૂકી દીધું છે. જ્યારે તમામ સંસ્થાઓમાં સક્ષમ અધિકારીઓની કમી નથી. ED પણ ચીફ હેઠળ છે. મંત્રાલયો વાકેફ છે પરંતુ અહીં હ્લછ્હ્લના નામે મનમાની થઈ રહી છે.
કેન્દ્ર સરકારે કહ્યું કે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ ટીમ આવવાની છે, જેના કારણે આ ખૂબ જ અસાધારણ સ્થિતિ છે. આનાથી દેશની આંતરરાષ્ટ્રીય લોન મેળવવાની પાત્રતા નક્કી થશે. આમાં નિષ્ફળતાને કારણે પાકિસ્તાન જેવા દેશો ગ્રે લિસ્ટમાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રના હિતમાં અમે અમારા આદેશને છેલ્લી વખત પણ તાત્કાલિક અસરથી અસર કરી ન હતી. પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે જો સંજય મિશ્રા સરકાર માટે એટલા મહત્વના છે તો સરકાર તેમને સલાહકાર તરીકે નિયુક્ત કરી શકે છે. તેમને સર્વિસ એક્સટેન્શન આપવાની શું જરૂર છે?