નવીદિલ્હી, દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર માટે વધુ એક માઠા સમાચાર આવ્યાં છે. હાલમાં દિલ્હીમાં જે ઠેકાણે આમ આદમી પાર્ટીની ઓફિસ છે તેને દબાણવાળી જાહેર કરવામાં આવી છે અને તેને ખાલી કરવાનો હુકમ આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે આપને ૧૫ જુન સુધીમાં દિલ્હીની ઓફિસ ખાલી કરી દેવાનો આદેશ આપ્યો છે. આ જમીન ન્યાયિક ઓફિસો માટેની છે અને તે ઠેકાણે આમ આદમી પાર્ટીએ પોતાની ઓફિસ બનાવી છે.
સુપ્રીમના આદેશ બાદ હવે આમ આદમી પાર્ટીએ રાઉઝ એવન્યુ સ્થિત પાર્ટી કાર્યાલય ખાલી કરવું પડશે. સુપ્રીમ કોર્ટે ૧૫ જૂન સુધી ઓફિસ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પાર્ટીએ ઓફિસ માટે જમીન માટે કેન્દ્રને અરજી કરવી જોઈએ આ જમીન દિલ્હી હાઇકોર્ટને આપવામાં આવેલી જમીન પર અતિક્રમણ છે. આ જમીનનો હેતુ રાઉઝ એવન્યુ કોર્ટ માટે વધારાનો કોર્ટરૂમ બનાવવાનો છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમે તમને વધારાનો સમય આપી રહ્યા છીએ.
સુનાવણી દરમિયાન આપ તરફથી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીને ૨૦૧૫માં આ જમીન ફાળવાઈ હતી. ૬ રાષ્ટ્રીય પક્ષોમાંના એક હોવાને કારણે, આમ આદમી પાર્ટી મુખ્ય મથક માટેના પ્લોટ માટે હકદાર છે. ચૂંટણી પહેલા અમને રસ્તા પર ન લાવી શકાય. કોર્ટના આદેશ મુજબ, ૧૫ ફેબ્રુઆરીએ એક બેઠક યોજાઇ હતી, રાજ્ય સરકારે ખાતરી આપી હતી કે પ્લોટ બે મહિનામાં ખાલી કરવામાં આવશે પરંતુ શરત પર કે વૈકલ્પિક પ્લોટ આપવામાં આવે.
અરવિંદ કેજરીવાલે આજે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવાનો ઈક્ધાર કરી દીધો છે. જોકે હવે તે ઈડીના સવાલોના જવાબ આપવા તૈયાર છે. કેજરીવાલે આજે ઈડીને પોતાનો જવાબ મોકલ્યો છે અને કહ્યું છે કે, તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેની સામે હાજર થવા તૈયાર છે. તેમણે ઈડીને આ માટે ૧૨ માર્ચ પછીની તારીખ આપવા કહ્યું છે. ઈડીએ કેજરીવાલને ૮મું સમન્સ મોકલ્યું હતું. જેઓ દારૂના કૌભાંડ સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા છે.