
નવીદિલ્હી,
ભારતની ન્યાયપાલિકા ઇતિહાસમાં એક વધુ નવો અધ્યાય જોડાવા જઇ રહી છે . સુપ્રીમ કોર્ટ ચાર ફેબ્રુઆરીએ પોતાનો સ્થાપના દિવસ મનાવવા જઇ રહી છે. ૭૩માં સ્થાપના દિવસથી નવી પરંપરાની શરૂઆત થઇ રહી છે સિંગાપુર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સુંદરેશ મેનન આ સમારોહના મુખ્ય અતિથિ હશે.સુપ્રીમ કોર્ટના સ્થાપના દિવસ પર આયોજિત સમારોહમાં બદલાતી દુનિયામાં ન્યાયપાલિકાની ભૂમિકા વિષય પર એક લેકચર થશે.
એ યાદ રહે કે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતના એક સંપ્રભુ લોકતાંત્રિક ગણરાજય બનવાના બે દિવસ બાદ એટલે કે ૨૮ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ સુપ્રીમ કોર્ટ અસ્તિત્વમાં આવી હતી સર્વોચ્ચ અદાલતને બંધારણના ભાગ પાંચ અધ્યાય ૪ હેઠળ સ્થાપિત કરવામાં આવ્યો છે.બંધારણ અનુસાર સર્વોચ્ચ ન્યાયાલય સંધીય ન્યાયાલય અને ભારતીય બંધારણનું સંરક્ષક છે.
સુપ્રીમ કોર્ટના સુત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય ન્યાયમૂર્તિ(સીજેઆઇ) ડી વાય ચંદ્રચૂડે સ્થાપના દિવસની પરંપરાની શરૂઆત કરી છે અત્યાર સુધી સુપ્રીમ કોર્ટે પોતાનો કોઇ આ રીતનો દિવસ ઉજવ્યો નથી જયારે સુપ્રીમ કોર્ટ ૨૬ નવેમ્બરે બંધારણ દિવસનું આયોજન કરે છે. આવામાં સીજેઆઇને એ વિચાર આવ્યો કે નવા દૌરમાં દેશના દરેક નાગરિકને એ જાણવાનો હક છે કે પરિવર્તનના સમયમાં ન્યાયપાલિકા કેવી રીતે કામ કરી રહી છે.આ સાથે જ દુનિયાભરમાં ન્યાયપાલિકા કેવી રીતે કામ કરે છે.નાગરિક ખાસ કરીને યુવા વર્ગ તેનાથી જોડાય અને જાગરૂક થાય.દુનિયાભરની કાનુન જગતની હસ્તીઓ આ પ્રસંગ પર પોતાના વિચાર રાખે અને કાનુનના છાત્રોને પણ તેનો લાભ મળે આજ હેતુથી ચાર ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટ સ્થાપના દિવસ સમારોહ આયોજીત કરી રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સીજેઆઇ ડીવાય ચંદ્રચુડે આ સંબંધમાં સિંગાપુરના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સુંદરેશ મેનને વિનંતી કરી છે કે તે આ સમારોહમાં મુખ્ય અતિથિના રૂપમાં ભાગ લે,જો કે ન્યાયમૂર્તિ મેનન ભારતીય મૂળના છે આથી તે તેના માટે તૈયાર થઇ ગયા છે.
સુપ્રીમ કોર્ટ અસ્તિત્વમાં આવ્યાના ૭૩ વર્ષ બાદ પહેલીવાર પોતાનો સ્થાપના દિવસ સમારોહ મનાવી રહી છે.મોટા સ્તર પર મનાવવામાં આવી રહેલ આ સમારોહનું સોશલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સીધુ પ્રસારણ પણ થશે જેથી દેશમાં દુરદુરના વિસ્તારોમાં હાજર નાગરિકો અને ખાસ કરીને યુવા વર્ગ તેનાથી જોડાઇ શકે અને જાગૃત થઇ શકે.