સુપ્રીમ કોર્ટનો જન્મદિવસ: વિશ્ર્વની સૌથી વ્યસ્ત કોર્ટમાં ભારતની સુપ્રીમ કોર્ટનો સમાવેશ, સિંગાપુરના મુખ્ય ન્યાયાધીશે કહી મોટી વાત

નવીદિલ્હી,

સિંગાપુરના મુખ્ય ન્યાયાધીશ સુંદરેશ મેનને ભારતની સુપ્રીમ કોર્ટની ૭૨મી વર્ષગાંઠના સમારંભમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. તેમણે આ અવસર પર બદલાતી દુનિયામાં ન્યાયાપાલિકાની ભૂમિકા પર એક વ્યાખ્યાયન આપ્યું અને કહ્યું કે, આ કેસલોડના કારમે દુનિયાની સૌથી વ્યસ્ત કોર્ટ છે.વ્યાખ્યાયન આપતા કહ્યું કે, આપણે સહજતાથી ન્યાય આપવા માટે આધુનિકીકરણ કરવું જોઈએ. કેમ કે દુનિયા બહુ બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું કે, જ્યારે ન્યાયપાલિકા સારી રીતે કામ કરે છે, તો તે તમામને એકજૂથ કરવામાં ગુંદરની માફક કામ કરે છે. ન્યાયમૂર્તિ મેનને તે વિવિધ પડકારોનો પણ પ્રકાશ પાડ્યો, જેની દુનિયાભરની ન્યાયિક પ્રણાલી સામનો કરી રહી છે અથવા ભવિષ્યમાં સામનો કરશે.

તેમણે કહ્યું કે, ન્યાયાધીશોને સાર્વજનિક સંચારનું સન્માન કરવું જોઈએ, કેમ કે આ સામાજિક અને આર્થિક સંરચનાઓને લખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.

સિંગાપુરના મુખ્ય ન્યાયાધીશ સુંદરેશ મેનને શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી અને તમામ માટે સુલભ ન્યાય સુનિશ્ર્ચિત કરવા પર વિચારોનું આદન પ્રદાન પણ કર્યું. રાષ્ટ્રપતિ અને સિંગાપુરના મુખ્ય ન્યાયાધીશે તમામ માટે સુલભ ન્યાય સુનિશ્ર્ચિત કરવામાં ટેકનોલોજીની ભૂમિકા પર ચર્ચા કરી. ખાસ કરીને ન્યાયમૂર્તિ મેનને તે દિવસની શરુઆતમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પીઠની કાર્યવાહીમાં ભાગ લીધો હતો.