સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશોની હાઈપ્રોફાઈલ નિમણૂકથી વકીલોએ પીઆઇએલ દાખલ કરી

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાંથી સીજેઆઇ ગોગોઈ સહિત ત્રણ ન્યાયાધીશો નિવૃત થયા છે.નિવૃત થતા જ સીજેઆઇ રંજન ગોગોઈને તેમની નિવૃત્તિના ચાર મહિના પછી જ રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. એસ.અબ્દુલ નઝીરને તેમની નિવૃત્તિના એક મહિનામાં આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા અને જસ્ટિસ પી સતશિવમને કેરળના રાજ્યપાલ તરીકે પણ મોકલવામાં આવ્યા હતા. નિવૃતિના ૨ વર્ષ સુધી કોઈ પ્રકારની રાજકીય હોદો ન આપવાનો હોય.પરંતુ ત્રણ ન્યાયાધીશોની હાઈપ્રોફાઈલ નિમણૂક કરતા બોમ્બે લોયર્સ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલદાખલ કરી છે.

સુપ્રીમ કોર્ટના નિવૃત સીજેઆઇ ગોગોઈ સહિત ત્રણ ન્યાયાધીશોની હાઈપ્રોફાઈલ નિમણૂક કરવામાં આવતા વકીલ મંડળે પીઆઇએલ દાખલ કરી છે કે નિવૃતિના સમય દરમિયાન સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાંથી નિવૃત્ત જજો સરકાર પાસેથી કોઈ રાજકીય નિમણૂક લઈ શકે નહીં. ૨૦૧૪ થી મોદી સરકારે ત્રણ ભૂતપૂર્વ ન્યાયાધીશોને સરકારી નિમણૂકો આપી છે.જો કે નિવૃતિના બે વર્ષ સુધી કોઈપણ પ્રકારનો રાજકીય હોદો સોંપી શકાય નહી.

વકીલ મંડળનું કહેવું છે કે આ મામલે ભારતના સીજેઆઇ રહી ચૂકેલા મોહમ્મદ હિદાયતુલ્લાનું ઉદાહરણ જોવું જોઈએ. તેમણે નિવૃત્તિના ૯ વર્ષ પછી દેશના ઉપરાષ્ટ્રપતિ બનવાનું સ્વીકાર્યું. તેમણે નિવૃત્તિ પછી તરત જ કોઈપણ રાજકીય પદ લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.વધુમાં કહ્યું હતું કે કોઈપણ નિવૃત્ત ન્યાયાધીશને તાત્કાલિક હાઈ પ્રોફાઈલ એપોઈન્ટમેન્ટ મળવી જોઈએ નહીં. નિવૃત્તિ પછી ઓછામાં ઓછો બે વર્ષનો સમયગાળો હોવો જોઈએ. એટલે કે આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાંથી નિવૃત્ત જજો સરકાર પાસેથી કોઈ રાજકીય નિમણૂક લઈ શકે નહીં.

સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય આપવો જોઈએ કે નિવૃત્તિના બે વર્ષ પછી જ નિવૃત્ત જસ્ટિસ રાજકીય નિમણૂક લઈ શકે. બંધારણ પણ આને મંજૂરી આપતું નથી. જો બે વર્ષનો કુલિંગ પિરિયડ ન હોય તો કોઈ પણ જજ સરકારી પદ માટે સરકારની ઈચ્છા અનુસાર નિર્ણયો આપતાં ખચકાશે નહીં. આ પ્રથા ઓછામાં ઓછી સુપ્રીમ કોર્ટ અથવા ન્યાયતંત્રની વિશ્ર્વસનીયતાને અસર કરશે.રામ મંદિરનો ચુકાદો સંભળાવનારી બેંચના મહત્વના સભ્ય સીજેઆઇ રંજન ગોગોઈને રાજ્યસભામાં મોકલ્યા હતા. એસ.અબ્દુલ નઝીરને તેમની નિવૃત્તિના એક મહિનામાં આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.જસ્ટિસ પી.સતશિવમને કેરળના રાજ્યપાલ તરીકે પણ મોકલવામાં આવ્યા હતા.